ગાજીપુર,તા.૧૯
લોકસભા ચૂંટણીમાં નેતાઓની બેફામ નિવેદનબાજી અટકવાનું નામ જ નથી લઈ રહી. આ લિસ્ટમાં હવે કેન્દ્રીય મંત્રી મનોજસિંહા પણ સામેલ થઈ ગયા છે. તેમણે પોતાના સંસદીય ક્ષેત્રમાં કહ્યું હતું કે, જા ભાજપ કાર્યકર્તાઓ પર કોઈએ પણ આંગળી ઉઠાવી તો વિશ્વાસ રાખજા, ૪ કલાકમાં જ તે આંગળી સલામત નહીં રહેશે. મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રીએ આ નિવેદન ગાજીપુરમાં આયોજિત એક સભામાં આપ્યું છે. તે સાથે જ તેમણે કહ્યું હતું કે, કોઈપણ પૂર્વાંચલનો અપરાધી કોઈની પણ ઔકાત નથી કે ગાજીપુરની સીમામાં આવીને ભાજપના કાર્યકર્તા તરફ આંખો બતાવશે, તે આંખ સલામત નહીં રહેશે.
આ અગાઉ મનોજ સિંહાએ કહ્યું હતું કે, ભાજપના કાર્યકર્તા અપરાધથી મેળવેલા ધન અને ભ્રષ્ટાચારને જમીનદોસ્ત કરવા માટે તૈયાર છે. કેન્દ્રીય મંત્રી તરફથી ધમકીભર્યા નિવેનદનની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે, આ અગાઉ ચૂંટણી આયોગ તરફથી વિવાદિત નિવેદન આપવા બદલ નેતાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવી ચુક્વ્યો છે. જેમાં માયાવતી પર ૪૮ કલાક અને ઉત્તર પ્રદેશના ઝ્રસ્ યોગી આદિત્યનાથ પર ૭૨ કલાક સુધી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ એવું લાગી રહ્યું છે કે, નેતા નિવેદન આપવામાં મર્યાદાની સીમા પાર કરવામાં જરા પણ અચકાતા નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




