વાશિંગ્ટન,તા.૨
સરકારી આંકડામાં ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર નીચે જવાથી મૂડીજનું કહેવુ છે કે ૨૦૧૯ અને ૨૦માં દેશનો વિકાસ દર ૭.૩ ટકા રહેવાનું અનુમાન છે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીજે શુક્રવારે કહ્યું કે ભારતની સમક્ષ અન્ય વિકાસશીલ અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં જાખમ ખૂબ ઓછું રહેલું છે.
કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલયે એક દિવસ પહેલાં જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં સમાપ્ત ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર ૬.૬ ટકા રહ્યો છે, જે પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી ઓછું છે. આ આંકડાની અંદર મૂડીઝનું અનુમાન છે કે ભારત આગામી બે વર્ષે સ્થિર ગતિથી વધારો કરશે. ૨૦૧૯માં ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ખર્ચ વધારવાથી ભવિષ્યમાં આર્થિક વધારાને સમર્થન મળશે.
રેટિંગ એજન્સીએ કહ્યું કે વચગાળાના બજેટમાં ખેડૂતો માટે ખર્ચ વધારવાથી સરકારના રાજકોષીય ખર્ચ પર અસર પડ્યો હોવા છતાં જીડીપી વિકાસમાં ૦.૪૫ ટકાનો વધારો થઇ શકે છે. જેનાથી નજીકના ભવિષ્યમાં વપરાશ વધશે, જે વિકાસ દર માટે મદદગાર સાબિત થશે.
મૂડીજે કહ્યું કે નીતિગત દરોને લઇને આરબીઆઈનું નરમ વલણ આગળ પણ યથાવત રહેશે. ભારતીય બેકિંગ ક્ષેત્રમાં ઝડપથી ફેરફાર આવી રહ્યો છે અને સરકારી બેંકોની એનપીએ સપ્ટેમ્બર, ૨૦૧૮માં ઘટીને ૧૦.૮ ટકા થઇ ગઇ છે, જે માર્ચમાં ૧૧.૫ ટકા હતી. બેકિંગ ફેરફારનો લાભ દેશની જનતાને પણ મળશે અને તેનાથી આર્થિક વિકાસ દર વધુ મજબૂત બનશે.
ફેબ્રુઆરીમાં દેશની વિનિર્માણ ગતિવિધિઓ ૧૪ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઇ છે. વેચાણ, ઉત્પાદન અને રોજગારમાં વધારો થતા આ ઉછાળો જાવા મળ્યો છે. કંપનીઓના પર્ચેજિંગ મેનેજર્સની વચ્ચે કરાતા માસિક સર્વેમાં ફેબ્રુઆરીનું વિનિર્માણ પીએમઆઈ ૫.૩ અંક રહ્યું, જે જાન્યુઆરીમાં ૫૩.૯ અંક રહ્યું હતું. આ સતત ૧૯મો મહિનો છે, જ્યારે વિનિર્માણ પીએમઆઈ ૫૦ પોઈન્ટથી ઉપર રહ્યો છે, જે આ ક્ષેત્રમાં વધારાને દર્શાવે છે. ડિસેમ્બર, ૨૦૧૭થી દેશના વેપારી માહોલમાં સતત ફેરફાર થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




