ફૂટબાલ કોચ સૈયદ રહીમની બાયો-ફિલ્મ મેની આસપાસ ફ્લોર પર જશે

0
6

મુંબઈ,તા.૨
આયુષમાન ખુરાનાની હિટ ફિલ્મ બધાઇ હોના ડાયરેક્ટર અમિત શર્મા હાલ પોતાની આગામી સ્પોર્ટલક્ષી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે મારી આ ફિલ્મ મે મહિનામાં ફ્લોર પર જશે. ૧૯૫૧થી ૧૯૬૨ નો સમયગાળો ભારતીય ફૂટબાલ માટે સુવર્ણયુગ ગણાય છે. અમિત શર્મા આ ગાળાની ફિલ્મ બનાવવાના છે. એ લેજંડરી ફૂટબાલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયો-ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરે છે.
આ રોલ સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણ કરવાનો છે. સૈયદ અબ્દુલ રહીમ કોચ હોવા ઉપરાંત ભારતીય ફૂટબાલ ટીમના મેનેજર તરીકે પણ સેવા આપી રહ્યા હતા. અમિત શર્માએ કહ્યું કે મારી આ ફિલ્મ સ્પોર્ટલક્ષી હોવા ઉપરાંત એક રીતે પિરિયડ ફિલ્મ છે કારણ કે ૧૯૫૧થી ૧૯૬૨ વચ્ચેની વાતો એમાં વણી લેવાના છીએ. લગભગ બે ત્રણ મહિના બાદ એ ફ્લોર પર જશે.
એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે આજે કેન્ટેન્ટ ફિલ્મોનો ઉત્તમ સમય ચાલી રહ્યો છે. સારી વાર્તા હોય તો લોકો પૈસા ખર્ચીને થિયેટરોમાં ફિલ્મો જોવા જાય છે. તેમણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ફિલ્મ સર્જનની કલા કે અભિનય કલા કોઇને શીખવી શકાય નહીં. ઘણે અંશે એ જન્મજાત હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY