વૈશ્વિક શાંતિ માટે ઉ.કોરિયા પરમાણુ હથિયારને નષ્ટ કરે : વિશ્વના ૭૦ દેશોએ આગ્રહ કર્યો

0
7

વાશિંગ્ટન,તા.૧૧
વિશ્વના ૭૦ દેશોએ ઉત્તર કોરિયાને આગ્રહ કર્યો કે વૈશ્વિક શાંતિ માટે તે પરમાણુ હથિયાર, બૈલેસ્ટિક મિસાઇલ અને તેને સંબધિત કાર્યક્રમને બંધ કરવા જોઇએ આ અંગેનો પ્રસ્તાવ ફ્રાંસે તૈયાર કર્યો છે જેને અમેરિકા, દક્ષિણ કોરિયાની સાથે એશિયા, લેટીન અમેરિકા અને યૂરોપના દેશોએ સમર્થન આપ્યું છે. સામે પક્ષે રશિયા અને ચીન ઉત્તર કોરિયાનું સમર્થન કરે છે તેથી તેઓએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર નથી કર્યા.
પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરનારા દેશોએ જણાવ્યું કે ઉત્તર કોરિયાના પરમાણુ હથિયાર અને બૈલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શાંતિ તથા સુરક્ષાને લઇને મોટો ખતરો પેદા થઇ શકે છે. ઉત્તર કોરિયાએ ૧૦ મેના રોજ ટૂંકા અંતરની બે મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY