ધરતી પર કાર્બન ડાયોક્સાઇકનું સ્તર રેકોર્ડસ્તરે પહોંચ્યુ

0
8

વાશિંગ્ટન,તા.૧૫
જળવાયુ પરિવર્તનના જાખમ વચ્ચે એક સમાચાર વધુ પરેશાન કરી શકે છે. ધરતી પર કાર્બન ડાયોક્સાઈડ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે અને આ સ્તર માનવ ઈતિહાસમાં કિયારેય જોવા મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે કાર્બન ડાયોક્સાઈડ જળવાયુ પરિવર્તનનું સૌથી મોટું કારણ છે અને આ ઘણા વર્ષો સુધી વાતાવરણમાં રહે છે.
હવાઈના મૌના લાઓ ઓબ્ઝર્વેટરી મુજબ, વાતાવરણમાં સીઓટુનું સ્તર ૪૧૫ પાટ્‌ર્સ પ્રતિ મિલિયન (પીપીએમ) નોંધાયું છે. આ જાણકારી હવામાન વૈજ્ઞાનીક અને પત્રકાર એરિક હોલથોસએ ટ્‌વીટર પર આપી છે.
તેમણે ટ્‌વીટ કર્યું કે, માનવ ઈતિહાસમાં પ્રથમવાર આપણી ધરતીના વાતાવરણમાં સીઓટુ ૪૧૫ પીપીએમથી વધુ નોંધાયું છે. ન ફક્ત ઈતિહાસમાં, ન ફક્ત ૧૦૦૦૦ વર્ષ પહેલા જ્યારે ખેતીની શોધ થઈ હતી, પણ આ લાખો વર્ષ પહેલા જ્યારે આધૂનિક માનવની હાજરી હતી, તેમાં પહેલીવાર આ સ્તર પર પહોંચ્યો છે.
સીએનએનની રિપોર્ટ મુજબ, સીઓટુનું સ્તર અંદાજીત ૩૦ લાખ વર્ષ પહેલા ઘણું વધુ હતું જ્યારે તેનું સ્તર ૩૦૦થી ૪૦૦ મિલિયન પીપીએમ નોંધાયું હતું. ત્યારે વાતાવરણ આજથી ૨-૩ ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતું.
આ જાણકારી ત્યારે સામે આવી છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જળવાયું પરિવર્તનને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ મુજબ, પેરિસ સમજુતી અંતર્ગત ભલે કાર્બન વિકિરણમાં ઘટાડો આવ્યો છે, પરંતુ વિશ્વનું તાપમાન આગામી ૩૦ વર્ષોમાં ૩થી ૫ ડિગ્રી સેલ્સિયસ વધતું રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY