સ્ટંટ કરતી વેળાએ ડેનિયલ ક્રેગ ઘાયલ થયો
જમૈકા,તા.૧૫
જગવિખ્યાત બ્રિટિશ એજન્ટ જેમ્સ બોન્ડની પચીસમી ફિલ્મના અત્રે ચાલી રહેલા શૂટિંગમાં હીરો ડેનિયલ ક્રેગને એક સ્ટંટ કરવા જતાં થયેલી ઇજાના પગલે શૂટિંગ મોકૂફ રહ્યું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
એક અહેવાલ મુજબ ડેનિયલ ક્રેગ પોતાના સ્ટંટ પોતે જાતે કરવાનો સદા આગ્રહ રાખે છે અને સ્ટંટ કરે છે. ગયા સપ્તાહે એવો એક સ્ટંટ કરવા જતાં આંખના પલકારા જેટલી સરતચૂક થતાં ડેનિયલ સેટ પર પછડાયો હતો અને એને તરત સારવાર માટે અમેરિકા જતી ફ્લાઈટમાં રવાના કરાયો હતો જેથી સમયસર સારવાર મેળવી શકે.
મળતી માહિતી પ્રમાણે જમૈકામાં ફિલ્મના પરાકાષ્ઠાનાં દ્રશ્યો લેવાઇ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત થયો હતો. વધુ વિગતો આપવાની આ સૂત્રે ના પાડી હતી. જો કે ઇજા ગંભીર હોઇ શકે છે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



