વાશિંગ્ટન,તા.૫
વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતનો વિકાસ દર ૭.૫ ટકા રહેવાનું અનુમાન છે. જે અંગેની માહિતી ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટસના એક રિપોર્ટમાં આપવામાં આવી છે. આ રિપોર્ટમાં ભારત સહિત દુનિયાના અનેક દેશોની અર્થવ્યવસ્થા અંગે અનુમાન લગાવવામાં આવ્યુ છે.
રિપોર્ટ મુજબ ભારતમાં સ્થાયી સરકારના કારણે વિદેશી રોકાણમાં મજબૂતાઈ આવશે. જેથી વિકાસ દર ૭.૫ ટકા રહશે. જેથી ભારતમાં રોજગારીના પ્રમાણમાં પણ વધારો થવાનો છે. ભારત બાદ વિશ્વ બેંકે પાકિસ્તાનના જીડીપીમાં ૦.૨ ટકાનો કાપ મુકિયો છે. જ્યારે ૨૦૨૦માં પાકિસ્તાનનો જીડીપી સાત ટકાના આંકડાને સપર્શી શકે છે.
આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં વધારો થયો છે. હવે બન્ને દેશ વચ્ચે તણાવ પેદા થશે તો આર્થિક વિકાસમાં તેની સીધી અસર પડી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




