મોરબીમાં સ્વચ્છતા અભિયાન વેગ પકડશે, પાલિકાને મળ્યા ૩૩ નવા વાહનો

0
62

મોરબી પાલિકામાં ડોર ટુ ડોર કચરો લેવા માટે વાહનોની અછત હોય જેને પગલે ડોર ટુ ડોર કલેક્શન બંધ રાખવામાં આવ્યું હતું.મોરબી જીલ્લા ભાજપ પ્રમુખે નવા વાહનનો મોરબી પાલિકાને ફાળવવા માટે રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા મોરબી પાલિકાને ડોર ટુ ડોર કચરો લેવા માટે ૨૭ ટીપરવાન અને ૬ ટ્રેકટર આપવામાં આવ્યા છે.મોરબી પાલિકામાં નવા વાહનો આવવાથી ડોર ટુ ડોર કલેક્શન વધારે સારી રીતે થશે.

મોરબી શહેરનો કચરો એકત્ર કરવામાં પાલિકાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. અને ડોર ટુ ડોર કચરો લેવા માટે જતા વાહનો પણ રીપેરીંગની હાલતમાં હોય તથા વધુ વાહનોની જરૂરીયાત હોય જેને ધ્યાને રાખીને મોરબી જીલ્લા ભાજપ પ્રમુખે રજૂઆત કરતા તે રજૂઆત સફળ નીવડી છે અને રાજ્ય સરકાર દ્વારા પાલિકાને ૨૭ ટીપરવાન તેમજ ૬ ટ્રેકટર આપવામાં આવ્યા છે.રાજ્ય સરકારે મોરબી પાલિકાને ૩૩ વાહનો આપતા શહેરને સ્વચ્છ બનાવવા માટે કામગીરી વધુ સારી રીતે થશે.

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY