વાયુ પ્રદૂષણ ફેલાવતા આઠ એકમોને સરકારે બંધ કર્યા

0
21

ગાંધીનગર,તા.૨૦
ઔદ્યોગિક વસાહતોથી ઉત્પન્ન થતાં વાયુ પ્રદૂષણ માટે સરકાર ગંભીર બની છે, અને પ્રદૂષણ ફેલાવતા એકમોને નિયમોનુસાર નોટિસ આપી પગલા લેવામાં આવ્યાં હોવાની માહિતી સરકારે વિધાનસભા ગૃહ સમક્ષ મૂકી હતી.
પર્યાવરણ રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં વટવા ઔદ્યોગિક વસાહતો દ્વારા છોડાતા વાયુ અને ઝેરી કચરાના નિકાલ અંતર્ગત ૮ જેટલા ઔદ્યોગિક એકમો બંધ કરવાના હુકમો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૯ એકમોને નોટિસ આપવામાં આવી છે. સાથોસાથ જાખમી અને અન્ય કચરાઓના નિકાલના નિયમોના ભંગ માટે ૬ એકમોને પર્યાવરણ સુરક્ષા નિયમો હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે.
હવાના પ્રદૂષણને નાથવા ૧.૧૯ કરોડના ખર્ચે સીસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેમાં એક કિલોમીટરના વિસ્તારમાં થતાં હવા પ્રદૂષણની માહિતી સરળતાથી મળી રહી છે. અને આ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે, અગાઉ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પ્રદૂષણ નિયંત્રણ માટે કરેલી કામગીરી બાબતે અનેક રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મળ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY