સહારાના ઍમ્બી વેલીની લિલામની પ્રક્રિયા હજી ચાલી રહી છે : સુપ્રીમ

0
27

ન્યુ દિલ્હી,તા.૧૭
સહારા જૂથની મહત્વની એમ્બી વેલી મિલકતોનું હરાજીથી વેચાણ કરવાની પ્રક્રીયા ચાલુ રહેશે. સહારા જૂથ સેબી-સહારા રિફન્ડ ખાતામાં ૭૫૦ કરોડ રૂપિયા જમા કરવામાં નિષ્ફળ હોવાથી લિલામની પ્રક્રિયા ચાલુ રહેશે, એમ સુપ્રીમ કોર્ટેએ જણાવ્યું હતું.
સત્તાવાર લિક્વિડેટર વતી પ્રતિનિધિત્વ કરતા વકીલે ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રંજન ગોગોઈ તેમ જ એ. કે. સિક્રીની બનેલી એક બેન્ચને માહિતી આપી હતી કે ઉક્ત જૂથે રિફન્ડ ખાતામાં ૭૫૦ કરોડ રૂપિયા જમા કરાવ્યા નથી.
સહારાના વડા સુબ્રતો રોય તથા જૂથનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કર્યું છે. તેમણે અદાલતને કહ્યુ હતું કે ૧૫મી મે સુધી પૈસા જમા કરાવવા એમ્બી વેલીનું પાર્સલ વેચવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.
હવે આ મામલે ૧૨મી જુલાઈએ સુનવણી હાથ ધરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે ૧૯મી એપ્રિલે સહારા જૂથને મહારાષ્ટના આમ્બી વેલીમાં મિલકતનો કોઈ પણ હિસ્સો વેચીને ઉક્ત ખાતામાં નાણા જમા કરવાનું જણાવ્યું હતું. જા સહારા જૂથ ૧૫મી મે સુધી મિલ્કતનું વેચાણ નહીં કરે તો મુંબઈ હાઈ કોર્ટના સત્તાવાર લિક્વિડેટર આ મામલે આગળ ધપશે અને સૂચિત હરાજી પ્રક્રિયા આગળ ધપાવશે.
કોર્ટે ખાસ સહારા જૂથને કહ્યુ હતું કે આપની પાસે આપમેળે મિલકત વેચવા આજ સુધીનો સમય છે નહીંતર તેનું લિલામ કરાશે. સત્તાવાર લીક્વીડેટરે અહેવાલમાં લખ્યું હતું કે અમે ઉક્ત પ્રકલ્પ માટે ૨૧મી મેથી ૩૧મી મે સુધીમાં હરાજીની પ્રક્રીયા આરંભીશું તેમ જ બીજી જૂનથી લીલાંઉ આરંભીશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY