સડેલા અનાજ, બટાટામાંથી ઇથેનાલ બનાવી પેટ્રાલમાં ભેળવાશે
ન્યુ દિલ્હી,તા.૧૭
સરકારે સંરક્ષણ સેવાના વૈકલ્પિક સંદેશવ્યવહાર નેટવર્ક માટેની રકમની ફાળવણીમાં બમણાથી વધુનો વધારો કરીને રૂપિયા ૨૪,૬૬૪ કરોડ કરી હતી. સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે નેટવર્ક ફાર સ્પેક્ટ્રમ (એનએફએસ) પ્રાજેક્ટ માટેની રકમમાં રૂપિયા ૧૧,૩૩૦ કરોડનો વધારો કરાયો છે.સરકારે કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવાના હેતુસર નાની સિંચાઇ યોજના માટે રૂપિયા ૫,૦૦૦ કરોડની ફાળવણીને મંજૂરી આપી હતી.
સડેલા અનાજ, બટાટા, મકાઇ અને બીટમાંથી ઇથેનોલ બનાવીને તેને પેટ્રાલમાં ભેળવીને ચાલુ વર્ષે ઇંધણની આયાતમાં રૂપિયા ૪,૦૦૦ કરોડનો ઘટાડો કરવાની રાષ્ટ્રીય નીતિને પ્રધાનમંડળે બહાલી આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકમાં અખાદ્ય તેલીબિયાંમાંથી બાયા-ડીઝલ અને કાકવી (માલાસીસ)માંથી બાયા-ઇથેનોલને ફર્સ્ટ જનરેશન (વન-જી)નું બાયો-ફ્યુઅલ તેમ જ નગરપાલિકાના ઘન કચરામાંથી સેક્ધડ જનરેશન (ટૂ-જી)નું ઇંધણ બનાવાશે.
આ ઉપરાંત, બાયો-સીએનજી જેવા ઇંધણને થર્ડ જનરેશન (થ્રી-જી) ઈંધણ ગણવામાં આવશે. મેટ્રા ટ્રેનના નેટવર્કને નોએડા સિટી સેન્ટરથી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની સીમાડે આવેલા સેક્ટર-૬૨ સુધી લંબાવવા માટેના રૂપિયા ૧,૯૬૭ કરોડના રોકાણને મંજૂરી અપાઇ હતી.
સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપથીના હોદ્દેદારો પરના ભ્રષ્ટાચારના આરોપને પગલે આ પરિષદની નવેસરથી રચના કરવા માટેના વટહુકમને કેન્દ્રના પ્રધાનમંડળે બહાલી આપી હતી. ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) સંરક્ષણ સેવાના વૈકલ્પિક સંદેશવ્યવહાર નેટવર્કનું કામ ૨૪ મહિનામાં કામ પૂરું કરાશે. નેશનલ બૅન્ક ફાર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ (‘નાબાર્ડ’) હેઠળ ભેગા કરવામાં આવનારા ભંડોળમાંથી રાજ્યોને નાની સિંચાઇ યોજના માટે ઓછા વ્યાજદરે નાણાં અપાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




