ક્રાઇસ્ટચર્ચ હુમલાનો વીડિયો શેર કરનારા કિશોરની જામીન રદ

0
6

વેલિંગ્ટન,તા.૧૮
ક્રાઇસ્ટચર્ચ ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા ૧૫ માર્ચે ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં થયેલા હુમલાનો વીડિયો શેર કરવાને લઇને એક ૧૮ વર્ષીય કિશોરને જામની આપવાનો ઇનકાર કરી દીધો છે. આ હુમલાને અંજામ આપનારા બંદૂકધારીએ આ સમગ્ર ઘટનાનું લાઇવ વીડિયો સ્ટ્રીમિંગ કર્યું હતું. આ હુમલામાં મસ્જિદની અંદર અને બહાર રહેલા ૫૦ લોકોના મોત થયા હતા.
આ મામલે પ્રાપ્ત અહેવાલ મુજબ કિશોર પર બે આરોપ લગાવવામાં આવ્યા છે એક તો વીડિયો શેર કરવાનો અને બીજા ‘લક્ષ્ય પૂર્ણ થયું’ અને ‘ચરમ હિંસાને ભડકાવી’ જેવા સંદેશ લખવા માટે, તેમજ મસ્જિદની તસવીર શેર કરવાને લઇને પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
કિશોરને સોમવારે ક્રાઇસ્ટચર્ચ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને આ સીવાય તેના નામને જાહેર નહીં કરવાના આદેશ આપવામાં આવ્યો છે. જાકે આ કિશોરની જામનીને લઇને કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી છે.આ હુમલાને અંજામ આપનારા બંદૂકધારીએ આ સમગ્ર ઘટનાનું લાઇવ વીડિયો સ્ટ્રીમિંગ કર્યું હતું. આ હુમલામાં મસ્જિદની અંદર અને બહાર રહેલા ૫૦ લોકોના મોત થયા હતા.
અત્યંત શાંતિપ્રિય મનાતા ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં શુક્રવારે બપોરે નમાજના સમયે એક ઓસ્ટ્રેલિયન કટ્ટરવાદી અને તેના સાથીઓએ બે મસ્જિદ પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા ૫૦ લોકો માર્યા ગયા હતા અને ૨૦ને ઈજા પહોંચી હતી. ન્યૂઝીલેન્ડના વડાં પ્રધાન જેસિન્ડા આર્ડર્ને આ ગોઝારા શુક્રવારને ન્યૂઝીલેન્ડના ઇતિહાસનો સૌથી કાળા દિવસો પૈકીનો એક ગણાવતાં જણાવ્યું હતું કે, બે મસ્જિદ પર કરાયેલા અંધાધૂંધ ગોળીબારમાં ૫૦ લોકોએ જીવ ગુમાવ્યાં છે અને ૨૦થી વધુને ગંભીર ઈજા પહોંચી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY