વડાપ્રધાને દિલ્હીમાં આયોજીત એનસીસી રેલીને સંબોધિત કરી
દેશની સુરક્ષા માટે ભવિષ્યમાં વધારે આકારા પગલા લઈશું,ભારત પાસે જળ, થલ અને નભથી હુમલો કરવાની ક્ષમતા,જો રાષ્ટ્ર સુરક્ષિત રહેશે તો યુવાન પોતાના સપનાં સાકાર કરી શકશે
ન્યુ દિલ્હી,તા.૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજીત નેશનલ કેડેટ કાર્પ્સ (NCC) રેલીમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ્સને સંબોધિત કરી. તેમણે પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે જ્યારે પણ હું તમારી સાથે વાતચીત કરવા માટે આવું છું તો અતીતની કેટલીય યાદો ઉભરીને સામે આવે છે. આ દિવસ જે આજે તમે જીવી રહ્યા છો, મને પણ આ ક્ષણોને જીવવા મળી છે. તેની સાથે જ પીએમ મોદીએ કહ્યું કે અમારી સેના એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમે છેડતા નથી પરંતુ છેડવા પર છોડતા પણ નથી.
એનસીસી કેડેટ્સને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સેના એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમે છેડતા નથી પરંતુ કોઇએ અમને છેડ્યા તો અમે તેને છોડતા પણ નથી. અમે શાંતિના પ્રબળ સમર્થક છીએ પરંતુ રાષ્ટ્ર રક્ષામાં અમે કોઇપણ પગલું ઉઠાવતા ચૂકતા નથી. આ જ કારણ છે કે છેલ્લાં સાડા ચાર વર્ષમાં દેશની રક્ષા અને સુરક્ષાના સર્વોપરી માનતા અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા.
પીએમ મોદીએ કહ્યું કે ભારત દુનિયાના એ પસંદગીના દેશોમાં સામેલ થયો છે, જેની પાસે જળ, થલ, અને નભથી પરમાણુ હુમલા અને આત્મરક્ષા કરવાની ક્ષમતા છે. આ સિવાય દાયકાઓથી લટકી પડેલા લડાકુ વિમાનો અને આધુનિક તોપો સાથે જાડાયેલ સમજૂતીને જમીન પર ઉતારવામાં આવી છે. દેશમાં પણ મિસાઇલથી લઇ ટેન્ક, દારૂગોળા, અને હેલિકોપ્ટર બનાવાઇ રહ્યાં છે. યુવા સાથીઓને આશ્વસ્ત કરું છું કે આવનારા સમયમાં તે દરેક મોટા અને કડક નિર્ણય લેવાશે જે રાષ્ટ્રની સુરક્ષા માટે જરૂરી છે. જો રાષ્ટ્ર સુરક્ષિત રહેશે તો યુવાન પોતાના સપનાં સાકાર કરી શકશે.
યુવાનોને ઉત્સાહવર્ધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે તમે અહીં દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી આવો છો. તમારામાંથી તમામ અલગ-અલગ પૃષ્ઠભૂમિમાંથી છે. મને તમારા બધાના પરિશ્રમનો અહેસાસ છે. હું તમને માત્ર એટલું જ કહીશ કે આ પરિશ્રમ આપણને સમર્થ બનાવે છે. પરિશ્રમનું શું પરિણામ હોય છે એ જાણવા માટે તમારે બહુ દૂર જવાની જરૂર નથી. તમારી અંદરથી જ તમારા સાથીઓને તાજેતરમાં અદ્ભુત હોંસલો દેખાડતા દેશને ગૌરવની પળ આપી. પર્વતારોહણ અને ટ્રેકિંગ જેવી સાહસિક ગતિવિધિઓ કે પછી રમતના મેદાનમાં ત્રિરંગો લહેરાવાનું કામ, અનેક કેડેટ્સ આગળ આવ્યા છે.
નોર્થ ઇસ્ટ ડાયરેક્ટરની કેડેટ હિમા દાસને તો આજે દુનિયા ગૌરવથી જાવા લાગી છે. અનાજના ખેતરો પર દોડતા-દોડતા, ખેતરોની પગદંડીઓ પર સંતુલના સાંધતા હિમાદાસ આજે આ સ્તર પર પહોંચી છે. અભાવોને અવસર બનાવતા હિમાએ પહેલાં જુનિયર એથલિટિક્સ ચેમ્પિયનશીપમાં પછી એશિયન ખેલોમાં દેશને ગૌરવ કરાવ્યું છે. યુવા પ્રતિભાઓને જ્યારે હું જાઉ છું ત્યારે વિશ્વાસ મજબૂત થઇ જાય છે, આ વિશ્વાસને વધુ સશકત કરવાની ઉર્જા મળે છે તેમ વડાપ્રધાને કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




