બરફની ચાદર ઓગળવાથી વિશ્વના વાતાવરણમાં અંધાધૂંધી ફેલાશેઃ અભ્યાસ

0
7

વેલિંગ્ટન,તા.૭
ગ્રીનલેન્ડ અને એન્ટાર્ટિકમાં મોટાપાયે પથરાયેલી બરફની ચાદર ઓગળવાથી વિશ્વભરના સમુદ્રોમાં તેનું પાણી ઉમેરાશે અને તેનાથી આગામી દાયકાઓમાં સ્થાનિય વાતાવરણમાં અરાજકતા વધશે તેવું સંશોધકોએ એક અભ્યાસમાં જણાવ્યું છે. ગ્રીનલેન્ડ અને એન્ટાર્ટિકમાં અબજા ટન બરફની ચાદર ઓગળવાથી વિશ્વના વાતાવરણમાં અંધાધૂધી થવાની શક્્યતા પણ સંશોધકો નકારતા નથી.
આ હીમ ચાદર ખાસ કરીને ગ્રીનલેન્ડ પર રહેલો બરફ ઓગળવાથી સમુદ્રમાં કરન્ટ નબળો પડશે જે એટલાન્ટિક સમુદ્રના ફ્લોરમાં ઠંડા પાણીને દક્ષિણ તરફ ધકેલે છે તેમજ ઉષ્ણકટીબંધીય પાણીને ઉત્તર બાજુ સપાટી તરફ ધકેલે છે, તેમ નેચર જર્નલે એક રિપોર્ટમાં ટાકિયું છે.
એટલાન્ટિક મેરિડોનિયલ ઓવરટ‹નગ સર્કિયુંલેશન (AMOC) તરીકે જાણીતા, આ પ્રવાહી પટ્ટો એક કન્વેયર બેલ્ટ સમાન છે જેનું પૃથ્વીની આબોહવા વ્યવસ્થામાં અત્યંત મહત્વની ભૂમિકા છે અને ઉત્તરીય ગોળાર્ધમાં ગરમીને સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થાય છે.
ન્યુઝીલેન્ડની વિક્ટોરિયા યુનિવર્સિટી ઓફ વેલિંગ્ટનના એન્ટાર્ટિકા રિસર્ચ સેન્ટરના સહ પ્રાધ્યાપક તેમજ આ જર્નલના મુખ્ય લેખક નિકોલસ ગોલેજે જણાવ્યું કે, ‘અમારા મોડલ્સ મુજબ બરફમાંથી ઓગળતું પાણી સમુદ્રના પ્રવાહને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી વિશ્વમાં ગરમીના પ્રમાણને પ્રભાવિત કરી શકે છે.’
એન્ટાર્ટિકમાં બરફની ચાદરના જથ્થામાં થઈ રહેલો ઘટાડાથી ગ્લેશિયરો ઝડપથી પીગળી રહ્યા છે. પરિણામે ઝડપથી બરફ ઓગળવાની પ્રક્રિયાથી દરિયાઈ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ઘટ્ટ ચાદરોની નીચે હુંફાળું પાણી સંગ્રહિત થતું હતું.
બરફની ચાદરો વિશે થયેલા મોટાભાગના અભ્યાસ ગ્લોબલ વો‹મગને પગલે તે કેટલા ઝડપથી ઓગળી રહ્યા છે તેમજ તેના વિઘટનથી વૈશ્વિત વાતાવરણમાં કેટલો વધારો થશે તેના પર કેÂન્દ્રત રહ્યા છે. પરંતુ આ બરફ પીગળવાથી પાણીનો જથ્થો આબોહવા વ્યવસ્થામાં કેટલી અસર કરશે તેના તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY