ડેઝી શાહ ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરશે

0
7

મુંબઈ,તા.૭
બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહ કહે છે કે તેના માટે સ્ક્રિપ્ટ જ હીરો છે, જા તે પસંદ આવી ગઇ તો તે કોઇપણ ભાષામાં ફિલ્મ કરવા તૈયાર છે. કદાચ આ જ કારણ છે કે તે ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મમાં જાવા મળશે. આ વિશે ખુદ ડેઝી શાહે જાણકારી આપી છે. મીડિયા રીપોટ્‌ર્સ પ્રમાણે ડેઝી ફિલ્મ ‘ગુજરાત ૧૧’થી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આમાં તે ફૂટબાલ કાચની ભૂમિકામાં જાવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રતીક ગાંધી જાવા મળશે.
ડેઝી શાહે એક ઇન્ટરવ્યૂમાં પોતાના આ ડેબ્યૂને લઇને જણાવ્યું કે તેના દોસ્તે તેને આ શીખામણ આપી હતી કે બોલીવુડ ઉપરાંત પણ તેણે બીજી ભાષાઓમાં ફિલ્મો કરવી જાઇએ. તેણે જણાવ્યું કે, “આવામાં જ્યારે વાત મારી માતૃભાષાની ફિલ્મની આવી તો હું ના ના કહી શકી. આ ઉપરાંત સ્ક્રિપ્ટ પણ ઘણી જ સારી હતી. બસ, પછી ફિલ્મ માટે હા કહી દીધી.” ડેઝીએ કહ્યું કે તેના માટે ફિલ્મની સ્ક્રિપ્ટ જ હીરો છે. જા તેને સ્ક્રિપ્ટ પસંદ આવી જાય તો તે બીજુ કંઇ વિચારતી નથી. ગુજરાતી ફિલ્મમાં કામ કરવાને લઇને તે પોતાને લકી માને છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY