વેલિંગ્ટન,તા.૧૬
ન્યૂઝીલેન્ડમાં ફાયરિંગના સંદિગ્ધ બ્રેન્ટન ટેરેન્ટ (૨૮)ને શનિવારે કોર્ટમાં હાજર કર્યો હતો. તેને ૫ એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. ટેરેન્ટ પર ૪૯ લોકોની હત્યાનો આરોપ છે. ન્યૂઝીલેન્ડના ક્રિસ્ટચર્ચમાં અલ નૂર અને તેનાથી ૬.૫ કિમી દૂર લિનવૂડ મસ્જિદમાં બપોરની નમાજ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. તેમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ માંડ-માંડ બચ્યા છે. આ હુમલામાં ૯ ભારતીય/ભારતીય મૂળના લોકો ગુમ થયાના સમાચાર છે.
બ્રેન્ટન ટેરેન્ટ વ્હાઇટ કપડાં, ઉઘાડા પગ અને હાથમાં હાથકડી સાથે ક્રિસ્ટચર્ચ કોર્ટમાં હાજર થયો. બે પોલીસકર્મી જ્યારે તેને કોર્ટમાં લાવી રહ્યા હતા તે દરમિયાન તેણે મીડિયા અને ફોટોગ્રાફર્સની સામે જાઇ સ્માઇલ આપી હતી. કોર્ટની સુનાવણી દરમિયાન તેણે હાથથી વ્હાઇટ સુપ્રીમસીની નિશાની બનાવી હતી.
બ્રેન્ટન ઓસ્ટ્રેલિયન મૂળનો ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર છે, કોર્ટમાં તેણે પોતાને ફાસિસ્ટ ગણાવ્યો અને જામીન માટે આગ્રહ પણ ના રાખ્યો. જજ જ્યારે બોલતા હતા ત્યારે તે શાંત ચિત્તે મીડિયાકર્મીઓને જ જાઇ રહ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




