૩૦ વર્ષ જૂના બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતાં લોકોમાં ફફડાટ

0
11

સુરત,તા.૧૬
અડાજણ વિસ્તારમાં આવેલા સંઘવી ટાવરની ગેલેરીનો ભાગ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ જતા બિલ્ડિંગના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. શનિવારની વહેલી સવારે બનેલી આ ઘટના બાદ તમામ ફ્લેટ હાદ્દેદારો દોડીને બહાર નીકળી આવ્યા હતા. આઠ માળના બિલ્ડિંગના પહેલા માળની ગેલેરીનો આગળનો સ્લેબ તૂટી પડતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની પણ નોંધાય ન હતી.
આઠ માળના ટાવરની ગેલેરી ધરાશાયી થયાની ફાયરને જાણ કરતા ફાયરના જવાનો દોડતા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જાતા જ ફાયરના અધિકારીઓએ ૩૦ વર્ષ જૂના બિલ્ડીંગને તાત્કાલિક ખાલી કરાવી દીધું હતું. ફાયરના અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટના લગભગ વહેલી સવારે ૨ઃ૧૫ મિનિટે બની હોય એમ કહી શકાય છે. ઘટનાની ૫ મિનિટ પહેલા જ બિલ્ડીંગનો વોચમેન ત્યાંથી પસાર થયો હતો. જાકે, ત્યારબાદ અચાનક ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હોવાનો અવાજ સાંભળી એ પણ દોડીને બહાર આવી ગયો હતો.
એપાર્ટમેન્ટના લોકોને તો કોઈ બામ્બ બ્લાસ્ટ થયો હોવાનું કે ધરતીકંપની ઘટના સમજી ડરના મારે ઘર બહાર દોડી આવ્યા હતા. હાલ પરિસ્થિતિ સાધારણ છે, અને કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. જો કે, હજુ પણ અમુક લોકોમાં એટલો ડર પેદા થયો છે કે, તેઓ હજુ પણ પોતાના મકાનમાં દાખલ થવાનો ઈન્કાર કરી રહ્યાં છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY