વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે ઓનલાઇન મળશે

0
8

અમદાવાદ,તા.૧૭
અ.મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા હેઠળ આવનારા આ તમામ વર્ગ માટે હવે ગુમાસ્તાધારાનું સર્ટિફીકેટ ઓનલાઇન મળતું થયું છે.
શહેરના સિટી સિવિક સેન્ટરમાં નાગરિકોને જન્મ-મરણના સર્ટિફિકેટ ઉપરાંત ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ વગેરે આપવાની સુવિધા મળે છે પરંતુ અનેકવાર સિવિધ સેન્ટરમાં સર્વરની ખાલી મર્યાદીત ઓફિસ અવર્સ કે અપૂરતો સ્ટાફ વગેરેના કારણે અરજદારોના કામ ટલ્લે ચઢે છે.
જા કે તંત્ર દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ નાગરિકોને ઘરે બેઠા વિવિધ સુવિધા પુરી પાડવા આયોજન હાથ ધરાતા નવા નવા આયોજન હેઠળ હવે ગુમાસ્તારા અંતગર્ત આવનારી વેપારી પેઢીઓ, દુકાનો, થિયેટરો કે હોટલો જેવા વ્યવસાયકારોએ ગુમાસ્તાધારાનું સર્ટિફીકેટ લેવા માટે છેક સિવિક સેન્ટર સુધી દોડવું નહી પડે. આ વર્ગને ઘરે કે પેઢી-દુકાનમાં બેઠા બેઠા ગુમાસ્તાધારાનું સર્ટિફીકેટ ઓનલાઇન મળી શકશે.
તાજેતરમાં તંત્ર દ્વારા ગુમાસ્તાધારા સર્ટિફીકેટ મેળવવાની ઓનલાઇન સેવા શરૂ કરાઇ છે. જે અંતગર્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ www.ahmedabadcity.gov.in પર ગુમાસ્તાધારા સર્ટિફીકેટ મેળવવા માટે અરજદાર ઓનલાઇન અરજી કરી શકશે. આ અરજી યોગ્ય છણાવટના બાદ વાર્ષિક રૂ.૬૦ની લાયસન્સ ફી ભરનારા અરજદારને ગુમાસ્તાધારા સર્ટિફીકેટની પીડીએફ ઘરે બેઠા મળી જશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY