આંધ્ર પ્રદેશ બાદ પશ્ચિમ બંગાળમાં સીબીઆઈને નો-એન્ટ્રી

0
335

ન્યુ દિલ્હી,તા.૧૭
પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે સેન્ટ્રલ તપાસ બ્યુરો(સીબીઆઇ)ને રાજ્યમાં તપાસ કરવા અને દરોડા પાડવા માટે આપવામાં આવેલી સામાન્ય મંજૂરીને પાછી ખેંચી લીધી છે. શુક્રવારે રાજ્યના સચિવાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી. અગાઉ આંધ્ર પ્રદેશની સરકારે પણ આ પગલું ભર્યું હતું.
આંધ્ર પ્રદેશની સરકારની ઘોષણા બાદ મામતા બેનર્જી પણ આંધ્રના માર્ગે ચાલીને પશ્ચિમ બંગાળમાં સીબીઆઈને નો-એન્ટ્રી ફરમાવી છે. મામતા બેનર્જીએ આંધ્રના સીએમ ચન્દ્રાબાબુ નાયડૂને સમર્થન આપતા જણાવ્યું હતું કે, ચન્દ્રાબાબુ નાયડૂએ અત્યંત સારો નિર્ણય લીધો છે. ભાજપ પોતાના રાજકીય હિતો માટે સીબીઆઇ અને અન્ય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ૧૯૮૯ સુધી તત્કાલીન ડાબેરી સરકારે સીબીઆઇને સામાન્ય મંજૂરી આપી હતી. અધિકારીએ નામ જાહેર ન કરવાની શરત પર જણાવ્યું હતું કે, શુક્રવારની સુચના બાદ સીબીઆઇને હવેથી કોર્ટના આદેશ સિવાય કોઇપણ મામલે તપાસ કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.
અગાઉ શુક્રવારે આંધ્ર પ્રદેશની ચંન્દ્રબાબુ સરકારે એક નિવેદન આપીને સીબીઆઇ ટીમને કોઇપણ મામલે તપાસ શરૂ કરતા પહેલા પરવાનગી લેવાની વાત કરી હતી. રાજ્યસરકારે નોટિફિકેશન જાહેર કરીને આ અંગે જાણકારી આપી હતી. રાજ્યકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હવે સીબીઆઇના કોઇપણ અધિકારીને રાજ્યમાં પ્રવેશ લેતા પહેલા સરકારની પરવાનગી લેવી પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY