ઈપીએફઓ ખાતાધારકો આનંદો : ખરીદી શકશે ઘરનું ઘર

0
9

ન્યુ દિલ્હી,તા.૧૭
એમ્પ્લોઈઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના ખાતાધારકો માટે ખુશખબર છે. ઈપીએફઓએ ખાતાધારકો માટે હાઉસિંગ સ્કીમનો ડ્રાફટ તૈયાર કરી લીધો છે. આ ડ્રાફટને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)ની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં રજૂ કરવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ ઈપીએફઓ મેમ્બર્સ માટે હાઉસિંગ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવશે.
એવી સંભાવના છે કે લોકસભા ચૂંટણી પહેલાં આ હાઉસિંગ પ્રોજેક્ટ યોજનાને લોન્ચ કરવામાં આવશે. ઈપીએફઓના સભ્ય વિરજેશ ઉપાધ્યાયે જણાવ્યું કે ઈપીએફઓએ પોતાના મેમ્બર્સ માટે હાઉસિંગ સ્કીમને સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવા માગે છે. જા કે આ સ્કીમમાં અમુક શરતો પણ આવરી લેવાશે.
ઈપીએફઓના ડ્રાફટ અનુસાર નેશનલ હાઉસિંગ એસોસિએશન બનાવવામાં આવશે. આ તમામ રાજ્યોમાં જમીન સંપાદનનું કામ કરશે જેના ઉપર હાઉસિંગ પ્રોજેક્ટ બનશે. રાજ્યોમાં જમીનની ખરીદારી સસ્તા ભાવે કરવામાં આવશે. ત્યારબાદ બિલ્ડર્સ કંપનીઓ સાથે વાત થશે જે હાઉસિંગ પ્રોજેક્ટનું નિમાર્ણ કરશે. ઈપીએફઓ ઘર ખરીદવા માટે લોન પણ આપશે પરંતુ તેમાં અમુક શરતો રાખવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે નફો કમાવવાની બિલકુલ કોશિશ કરવામાં નહી આવે અને જેટલો ખર્ચ થશે તેના અનુસાર જ મકાનની કિંમત નક્કી કરવામાં આવશે.
ઈપીએફઓના એવા મેમ્બર્સ જ સ્કીમ હેઠળ મકાન લઈ શકશે જેની પાસે પોતાનું મકાન નથી એટલે જેમણે પોતાના નામે હજુ સુધી એક પણ મકાન ખરીદયું નથી. આ માટે ઈપીએફઓ સભ્યનું એકાઉન્ટ કમ સે કમ ત્રણ વર્ષ જૂનું હોવું જાઈએ. સાથોસાથ ઘર ખરીદવા માટે પીએફ ખાતામાંથી ૯૦ ટકા રકમ કાઢવાની છૂટ મળશે. જે રકમની લોન લેવામાં આવશે તેનો હપ્તો પણ પીએફ ખાતા દ્વારા ચૂકવી શકાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY