વેરાવળમાં અજાણ્યા વાહન ચાલકે સિંહને અડફેટે લેતાં વનવિભાગની ટીમ દોડતી થઇ

0
8

વેરાવળ,તા.૫
રાજ્યમાં અકસ્માતની સંખ્યા વધતી જાય છે. ત્યારે વેરાવળમાં વનરાજ માનવસર્જીત અકસ્માતનો ભોગ બન્યા હોવાનુ સામે આવ્યુ છે. આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે સિંહને અડફેટે લેતા વનવિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી. વેરાવળના જૂનાગઢ રોડ પર આ ઘટના બની હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સિંહ પરિવાર વેરાવળની ભાગોળે લટાર મારવા નીકળ્યો હતો. આ વિસ્તારમાં ચાર સિંહોનું ટોળુ છેલ્લા ઘણા સમય થી આવન જાવન કરતું હતુ. આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે લટાર મારતા સિંહને અડફેટે લેતા વનવિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી. વેરાવળના જૂનાગઢ રોડ પર આ ઘટના બની હતી. જેના કારણે વેરાવળ બાયપાસ નજીક ગાયત્રી સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આ વિસ્તારમાં પાંચ સિંહો હોવાની વાત ને લઈ રહીશોમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો. તો બીજી તરફ ઘટનાને પગલે વનવિભાગની બે રેસકિયું ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સિંહોનુ લોકેશન મેળવીને ડારી તરફ શોધખોળ કરવામાં આવી હતી. જા કે ઇજાગ્રસ્ત સિંહને ગંભીર ઇજા ન હોવાનુ સામે આવ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY