કેન્દ્રીય મંત્રી જ્યંત સિંહાની જીભ લપસી : આતંકી મસૂદ અઝહરને ‘જી’ કહ્યુ સંબોધ્યો

0
18

રામગઢ,તા.૫
આતંકી મસૂદ અઝહરને સાહેબ કહેવા પર બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીની આકરી ટીકા કરવામાં આવી હતી. ત્યારે હવે મોદી સરકારના કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહરને ‘જી’ કહીને સંબોધન કર્યું છે. ઝારખંડના રામગઢમાં રોડ શો દરમિયાન જંયત સિન્હા ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યાં હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે અમારી સરકારે રોજ નવા નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. મસૂદ અઝહર જી ને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો શ્રેય પણ અમારી સરકારને જાય છે.
નોંધનીય છે કે બેદિવસ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિંદુસ્તાન અવામ મોર્ચાના અધ્યક્ષ જીતન રામ માંઝીએ આંતકી મસૂદ અઝહરને ‘સાહેબ’ કહીને સંબોધિત કર્યો હતો. જેના બાદ ભાજપને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. જેના પર વિવાદ શરૂ થઈ ગયો હતો. બાદમાં માંઝીએ તેની જીભ લપ્સી હોવાનું જણાવ્યું હતું.
જયંત સિન્હાએ કહ્યું કે “અત્યારે અમે જે કામ કર્યું તે ખૂબજ સફળ રહ્યું છે. હાલમાં જ મસૂદ અઝહર જી ને સંયુક્ત રાષ્ટ્રએ ગ્લોબલ આતંકવાદી જાહેર કરી દીધો છે. આ કામ યૂપીએના સમયે થયું. કાંગ્રેસના સમયે કિયારેય થઈ શકિયું નથી. કારણ કે દેશની પ્રતિષ્ઠા અને સન્માન વિશ્વસ્તર પર ડૂબી ચૂકી હતી, ત્યાં માત્ર વંશવાદ હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY