દમણમાં નશામાં ધૂત યુવાનને દુકાનદારે તમાચો માર્યા બાદ મોત

0
92

નાની દમણ ટેક્ષી સ્ટેન્ડ નજીક ધુળેટીના દિવસે દુકાનદારે સુરતના નશામાં ધુત પાંચ યુવાનો પૈકી એકને તમાચો મારી દેતાં જમીન પર પટકાતા બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે દુકાનદારની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. આ કેસની માહિતી છૂપાવવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. સુરતના અશ્વિનીકુમાર રોડ પર રહેતા વિશાલ શ્રીકિસન કશ્યપ (ઉ.વ.૨૮) ધુળેટીના દિવસે અન્ય મિત્રો મુન્નુ નારાયણ કશ્યપ, સુશિલ રામરાજ સોનકર, પ્રકાશ લલ્લુપ્રસાદ સોનકર અને અખિલેશ રામસેવક પ્રજાપતિ સાથે દમણની સહેલગાહે આવ્યા હતા. દિવસના દમણમાં આનંદ પ્રમોદ માણી પાંચેય મિત્રો નશામાં ધુત બની ટેક્ષી સ્ટેન્ડ નજીક ઉભા હતા ત્યારે નજીકમાં આવેલી દુકાન પાસે વિશાલ કશ્યપ વોમીટ કરતો હતો. દુકાનદાર આતિફ રહેમાન હનીફ લખાણીએ યુવાનને આગળ જવા કહ્યું હતું. જે બાબાતે બોલાચાલી થતાં આતિફ રહેમાને વિશાલને તમાચો મારતા તે જમીન પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં બેહોશ થઈ ગયો હતો. થોડા સમય બાદ વિશાલને બેભાન અવસ્થામાં મરવડની હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર માટે સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે આરોપી સુધી પહોંચવા અનેક લોકોના નિવેદનો લીધા છતાં કોઈ કડી મળી ન હતી. પરંતુ સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા આરોપી આતિફ રહેમાન સુધી પહોંચી તેની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ ઘટના બાદ પોલીસે માહિતી છૂપાવવાનો બાલીસ પ્રયાસ કર્યો હતો. વિશાલ એક કલાક સુધી બેભાન પડી રહ્યો હતો સુરતના યુવાનને માર માર્યા બાદ જમીન પર ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. જો કે અન્ય ચાર મિત્રો નશામાં ધૂત હોવાથી જમીન પર પડેલા વિશાલને હોસ્પિટલ લઈ જવા પણ કોઈ તસ્દી લીધી ન હતી. લગભગ એક કલાક સુધી વિશાલ રોડ પર પડયા બાદ એક રહીશે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કર્યા બાદ વિશાલને હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY