લોકાર્પણ ની તારીખ નજીક આવતા નર્મદા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહીત ના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ની ઊંઘ હરામ

સતત સ્ટેચ્યુ ની વિઝિટ અને મિટિંગો વ્યસ્ત રહેતા તંત્ર ના અધિકારીઓ કર્મચારીઓ ના સ્વાસ્થ્ય પર પણ અસર થતી હોવા છતાં જાયે તો જાયે કહા જેવો ઘાટ

રાજપીપળા : નર્મા જિલ્લા માં હાલ છેલ્લા એકાદ મહિના થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ ની તૈયારીઓ પૂરજોશ માં ચાલી રહહિં હોય એક તરફ સવારે શિયાળાની ઠંડી અને બપોરે પડી રહેલી આકરી ગરમી ની આ બેવડી ઋતુ માં નર્મદા વહીવટી તંત્ર ના અધિકારીઓ કર્મચારીઓ સહીત પત્રકારો ની પણ ઊંઘ હરામ થઈ જવા પામી ે ત્યાે નર્મદા કલેક્ટર પોલીસ વડા સહીત ના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ રાત દિવસ દોડતા થયા હોય આ બેવડી સીઝન માં ઠેર ઠેર વાયરલ ઇન્ફેકશન ના દર્દીઓ ની સંખ્યા વધતી હોય નર્મદા તંત્ર માટે હાલ ચાલી રહેલી સતત દોડધામ કાબિલે તારીફ કહી શકાય પરંતુ રાત દિવસ દોડધામ ઉજાગરા અને સતત મિટિંગો ના ભારણ વચ્ચે પણ જિલ્લા ના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્ય ની ચિંતા છોડી પી એમ મોદી ના આગમન ની તૈયારીઓ માં દોડી રહ્યા છે જેમાં રોજે રોજ સ્થળ ની મુલાકાત અને નિરીક્ષણ માટે આવતા મંત્રીઓ સાથે બેઠકો નો દોર હજુ યથાવત જ છે ત્યારે હવે સ્ટેચ્યુ ના લોકાર્પણ ને ગણતરી ના દિવસો બાકી હોય વિશ્વ ની સૌથી ઊંચી સરદાર ની પ્રતિમા અને એના લોકાર્પણ માં આવતા પી એમ મોદી સહીત ના લોકો ની જવાબદારી માં ક્યાંક કચાસ ન રહી જાય એ માટે તંત્ર સતત તનતોડ મહેનત કરી પરિવાર ની પણ પરવાહ ન કરી આ કામ માં પોરવાયેલું જોવા મળી રહ્યું છે .ત્યારે 31 ઓક્ટોમ્બર ના આ લોકાર્પણ બાદ તમામ ને મોટી રાહત મળશે .પરંતુ હાલ તો આ કામ માં પોરવાયેલા તમામ ને પોતાના સ્વાસ્થ્ય ની કે પરિવાર ની ચિંતા છોડી ફક્ત સ્ટેચ્યુ ના લોકાર્પણ નિજ ચિંતા હોય હાલ જાયે તો જાયે કહા જેવી સ્તિથી ઉભી થઈ છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







