ન્યુ દિલ્હી/દુબઈ,તા.૧૯
દુબઈની કોર્ટે અગસ્તા વેસ્ટલેન્ડના વચેટિયા ક્રિશ્ચિન મિશેલને ભારત પ્રત્યાર્પિત કરવા વિચારણા કરી રહી છે. આ મામલે દુબઈની એક કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. સુનાવણી દરમિયાન દુબઈની કોર્ટે વચેટિયા ક્રિશ્ચિન મિશેલના તર્કનો અસ્વીકાર કર્યો. હવે આરોપી ક્રિશ્ચિન મિશેલને ભારતીય તપાસ એજન્સીઓ હવાલે કરવાની સંભાવના વધી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, તપાસકર્તા અધિકારીઓના મતે મિશેલ પાસે રૂ. ૩ હજાર ૭૦૦ કરોડની હેલિકોપ્ટરની ડિલમાં થયેલાં કૌભાંડની તમામ જાણકારી છે. હાલમાં હાથ ધરાયેલી સુનાવણી મિશેલને ભારત પ્રત્યાર્પિત કરવાની પ્રક્રિયાનો ભાગ છે.
જા કે, હજુ ભારતીય એજન્સીઓને છેતરાઈ અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર આશ્વાસન મળ્યા નથી. પણ ભારતીય અધિકારીઓએ યુએઈની કોર્ટમાં થયેલી કાર્યવાહી અને આદેશને મેળવીને તેનું અરબીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, સુનાવણી દરમિયાન મિશેલે કહ્યું કે, ભારતમાં ચાલી રહેલા રાજકારણને પગલે મને નિશાન લેવામાં આવ્યો છે. કોર્ટે આ તર્કનો અસ્વીકાર કર્યો હતો
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




