સુરત, તા.૧૧સીટી સર્વે સુરત-૪માં સીટી સર્વે દાખલ કરવા માટે જમીન અધિનિયમ અને કાયદાની કલમ અંન્વયે મંજુરી મળી છે. જે અંતર્ગત ચોર્યાસી તાલુકાના વેસુ ગામના વોર્ડ ટીપી,૧(વેસુ)માં ગુજરાત જમીન મહેસુલ નિયમો હેઠળ સીટી સર્વના રેકર્ડને હક્કચોક્કસી કરી પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરી પ્રમોલગેશનની જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે. આ રેકર્ડ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટશ્રી, સુરત નં.૪, એ/૮, બહુમાળી ભવન, નાનપુરા સુરત ખાતે જાહેર રાખવામાં આવ્યું છે.
આ તૈયાર કરવામાં આવેલ રેકર્ડ સામે જો કોઈને વાંધો હરકત હોય તો તેમને તા.૧૫/૧૦/૨૦૧૮ સુધીમાં કચેરી ખાતે લેખિતમાં વાંધા રજુ કરવા અથવા તા.૧૫મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે સુનાવણી સમયે રૂબરૂ વાંધા રજુ કરવાના રહેશે.તેમ સુરત જમીન દફતરના નાયબ નિયામક દ્વારા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



