ભરૂચના વહાલુ ગામ પાસે વાહનની ટકકરે ઈજાગ્રસ્ત અજાણ્યા ઇસમનું મોત

0
132

ભરૂચ:

પ્રાપ્ત  માહિતી મુજબ તારીખ ૧૯/૩/૧૮ ના રોજ રાત્રીના સમય ૮:૪૫ વાગ્યાના અરસામાં વ્હાલું જવાના ટર્નીગ પાસે પગપાળા ચાલતો જઈ રહેલ ઈસમ કે જેનું નામ થામ જાણવા મળેલ નથી.તને એક મોટર સાયકલ વાળા ઈસમે પુર ઝડપે હંકારી પગપાળા ચાલતાં જઈ રહેલ ઈસમને અડફેટમાં લઈને બાઈક ચાલક ફારર થઈ ગયેલ હતો. આ અકસ્માતમાં ઇજા પામનાર ઈસમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ઇમરજન્સી સેવા ૧૦૮ દ્રારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતો.પરંતુ દર્દી બેભાન હાલત હોઈ અને કઈ પણ બોલી નહિ શકતા આજ રોજ આજ રોજ તારીખ ૨૩/૩/૧૮ના સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જે અંગે ભરૂચ તાલુકા પોલીસ મથક પોલીસ દ્રારા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી પી.એસ.આઈ ડી.જી. પટેલ અને સ્ટાફના માણસોએ લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર મોટર સાયકલ સવાર અને મરનાર ઇસમના પરિવારજનોની શોધ ખોળ આદરી છે. જો કોઈ પણને આ મરણ જનાર ઈસમને જાણતા હોઈ તો ભરૂચ તાલુકા પોલીસ નો સંપર્ક કરવા જણાવામાં આવ્યું છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY