પાક વિમા યોજનાના નાણાં ચૂકવવામાં વિલંબ થશે તો વિમા કંપનીઓએ વ્યાજ ચૂકવવું પડશે

0
106
ન્યુ દિલ્હી,તા.૧૯
પ્રધાન મંત્રી પાક વિમા યોજના હેઠળના દાવાઓની ચુકવણીમાં મોડુ થતુ હોવાની ફરીયાદો અવાર નવાર આવે છે. આ બાબત પર ધ્યાન આપીને સરકારે કડક વલણ અપનાવ્યું છે. હવે નિધારીત સમયમાં ચુકવણું ન કરે તો વીમા કંપનીએ ચુકવવાની રકમ પર ૧ર ટકાના દરે ખેડૂતોને વ્યાજ આપવું પડશે.
સરકારે પાક વિમાના દાવાઓ બાબતે રાજયો અને વીમા કંપનીઓને દંડ લગાવવાની જાગવાઇ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રાલય તરફથી આ બાબતે બહાર પડાયેલ દિશા નિર્દેશ માં કહેવાયું છે કે નકકી થયેલ સમય મર્યાદાના બે મહીના પછી પણ ખેડૂતોને પૈસા નહી ચુકવાય તો વીમા કંપનીઓએ ૧ર ટકાના દરે વ્યાજ ચુકવવું પડશે. રાજય સરકારો નિર્ધારીત સમયના ત્રણ માસ પછી પણ સબસીડીનું ચુકવણું ન કરે તો ૧ર ટકા ચુકવવું પડશે. નવા દિશા નિર્દેશો ૧ ઓકટોબરથી અમલમાં આવશે.
રકારે બહુ વર્ષી બગાયત પાકોને પાયલોટ પ્રોજેકટ રૂપે પ્રધાન મંત્રી પાક વિમા યોજનામાં સામેલ કરવનો નિર્ણય કર્યો છે. જેના હેઠળ વન્ય પ્રાણીઓના કારણે થનાર નુકસાનને પણ વીમા હેઠળ આવરી લેવાયું છે. જા કે આ યોજનાનો લાભ લેવા માટે આધાર નંબર અનિવાર્ય બનાવાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY