વિંછીયામાં પિતાએ પુત્ર પર ફાયરિંગ કર્યું,આરોપી પિતાની ધરપકડ

0
17

રાજકોટ,તા.૨૮
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના થોરિયાળી ગામે પિતા-પુત્રના સંબંધને કલંક લગાડતી ઘટના સામે આવી છે. જેમાં પિતાએ સગા પુત્ર ઘનશ્યામ પર ફાયરિંગ કરતા પુત્રને પ્રથમ વિંછીયા સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફાયરિંગ કરનાર પિતાની ધરપકડ કરી હતી.
આ અંગે ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના થોરિયાળી ગામે જીવાભાઈ રામાભાઈ રાજપરા દ્વારા પોતાના પુત્ર ઘનશ્યામ પર ફાયરિંગ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘનશ્યામ જીવાભાઈ રાજપરા નામનો યુવાન પોતાની કિરાણાની દુકાનમાં બેઠો હતો ત્યારે જ તેના પિતા જીવાભાઈ દુકાનમાં આવ્યા હતા અને તેમણે ઘનશ્યામ પાસેથી રૂપિયા માંગ્યા હતા.
જે અંગે પુત્ર ઘનશ્યામે તેમને રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલા પિતા જીવાભાઈએ પોતાના સગાં પુત્ર ઉપર પિસ્તોલ કે રિવોલ્વર જેવું હથિયાર કાઢીને ધડાધડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ગંભીર રીતે ઈજા પામેલા ઘનશ્યામને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વિંછીયા સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે તેને રાજકોટ સિવિલ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી ઘનશ્યામના પિતા જીવાભાઈ અવારનવાર દુકાને આવી તેને હેરાન કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY