ભાજપ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે મમતા બેનર્જીને બેશરમ મહિલા ગણાવ્યા

0
82

કોલકાત્તા,તા.૨૮
એક તરફ કોંગ્રેસના ધારાસભ્ય પ્રણીતિ શિંદે વડાપ્રધાન મોદીને ડેન્ગ્યુ મચ્છર ગણાવીને વાણીવિલાસ કરી રહ્યા છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે રાજ્યના મુખ્યપ્રધાન અને ટીએમસીના અધ્યક્ષ મમતા બેનર્જીને બેશરમ મહિલા ગણાવીને અપમાનિત કર્યા છે. ભાજપના નેતા દિલીપ ઘોષે સાઉથ ૨૪ પરગણા જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતી વખતે મહિલા સુરક્ષાની વાત કરી રહ્યા હતા. તેમણે પશ્ચિમ બંગાળના મહિલા મુખ્યપ્રધાન મમતા બેનર્જી સામે ભાનભૂલીને ટીપ્પણી કરી હતી.
દિલીપ ઘોષે કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં માતાપિતા પોતાની પુત્રીઓને સ્કૂલ-કોલેજ અને ટ્યૂશનમાં મોકલતા ડરી રહ્યા છે. શું લોકોએ આવા પરિવર્તન માટે વોટ કર્યો હતો? પશ્ચિમ બંગાળમાં મહિલા મુખ્યપ્રધાન હોવા છતાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. જ્યારે પાર્ક સ્ટ્રીટ રેપ કેસ થયો હતો. મમતા બેનર્જીએ પીડિતાના ચરિત્ર પર જ સવાલ ઉઠાવ્યો હતો. તેઓ ખરેખર એક બેશરમ મહિલા છે. તેઓ મહિલાઓને કેરેક્ટર સર્ટિફિકેટ આપનારા કોણ છે?

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY