વિદેશ નોકરી કરતા ખેડૂતોની વતનની જમીન બોગસ દસ્તાવેજથી પચાવી પાડી

0
69

જલાલપોરનાં કરાખટ ગામે રહેતા અને નોકરી માટે વિદેશ ગયેલા ખેડૂતોની પરૃજણ ગામે આવેલી અંદાજીત રૂ. ૪.૫૦ કરોડની ખેતીની ૯ વિંઘા જમીન ખોટી સહી કરી બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. ભોગ બનનારે કરાંખટ ગામના ચાર શખ્સો વિરૃદ્ધ જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જલાલપોર તાલુકાના કરાંખટ ગામે દરજી ફળિયામાં રહેતા બાબુભાઇ મંગાભાઇ પટેલ (ઉ.વ. ૬૫) સહિત કુટુંબના સાત વ્યક્તિના નામે ચાલતી સહિયાર જમીન પરૃજણ ગામે બ્લોક સર્વે નં. ૪૧૫૪૧૫ વાળી અંદાજીત રૂ. ૪.૫૦ કરોડની ૯ વિંઘા આવેલી હતી. જેમાં તેમના મોટાભાઇ બુધાભાઇ મંગાભાઇ પટેલ ખેતી જોતા હતા. જ્યારે અન્ય ચાર ભાઇઓ વર્ષોથી ગલ્ફ કંન્ટ્રી (ઓમાન) ખાતે નોકરી માટે ગયા હતા. વર્ષ-૨૦૧૨માં બાબુભાઇ મંગાભાઇ પટેલ રીટાયર્ડ થતાં વતન કરાંખટ આવી ગયા હતા અને પોતાની ખેતીની જમીનનાં રેવન્યુ રેકોર્ડની ચકાસણી કરવા જતાં તેમને ૭/૧૨ના ઉતારાની નકલમાં કરાખટ ગામના સોમાભાઇ પ્રેમાભાઇ પટેલ તથા તેમના અન્ય ૨૩ વારસદારોના નામે મિલ્કત ચઢેલી જોતાં ચોંકી ગયા હતા અને વધુ ચકાસણી કરતા ગામનો નમૂનો-૬ની નકલ કઢાવી હતી. જેમાં ફેરફાર નોંધમાં દસ્તાવેજો રજૂ થયેલા હતા. તે જોતા ખેતીની જમીન તા. ૨-૫-૧૯૯૩નાં રોજ ફરિયાદીના તમામ પાંચ ભાઇઓ અને તેમની માતાની ખોટી સહી કરેલા દસ્તાવેજ આધારે જમીનનાં માલિકીના નામે ફેરફારની અરજી આપવામાં આવી હતી અને તે માટે કાયદેસર ૧૩૫ (૧) (ડી)ની નોટીસ પણ કાઢવામાં આવી હતી. આથી બાબુભાઇ મંગાભાઇ પટેલે તેમના ત્થા ચારેય ભાઇઓનાં પાસપોર્ટ રજૂ કરી જણાવ્યું કે, જ્યારે જમીન વેચાણ દસ્તાવેજ કરાયો હોવાનું જણાવ્યું છે ત્યારે તેઓ વિદેશમાં નોકરી પર હતા અને આવી રીતે ખોટી સહીઓ કરી બોગસ દસ્તાવેજ દ્વારા કરોડોની મિલકત પચાવી પાડવાનો કારસો રચવામાં આવ્યો છે. આ કારસો કરાંખટ ગામના જ સોમાભાઇ પટેલ, પરભુભાઇ પ્રેમાભાઇ પટેલ, ધનજીભાઇ પ્રેમાભાઇ પટેલ અને અરવિંદભાઇ દાજીભાઇ પટેલે એકબીજાના મેળાપીપણામાં ખોટી સહીઓ કરી બોગસ દસ્તાવેજો બનાવી રહ્યો હતો. આ અંગેની ફરિયાદ બાબુભાઇ પટેલે આપતા પોલીસે વધુ તપાસ આદરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY