રાજકોટ,તા.૧૨
વીરપુરના ગેસ્ટહાઉસમાં મોરબીની પરિણીતા પર રાજકોટના શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પરિણીતાએ વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. વીરપુર પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ પરિણીતા મોરબીની રહેવાસી છે અને તે રાજકોટના કોઠારિયા રોડ પર પીરવાડીની પાછળ આવેલા અક્ષરદીપ કોમ્પ્લેક્ષમાં રહેતા ગોપાલ ભીખુભાઇ સરપદડીયાની ઇકો કારમાં વારંવાર પોરબંદરના બાળવાવદર ગામે જતી હતી. આથી બન્ને વચ્ચે પરિચય થતા ગોપાલે પરિણીતાને લગ્નની લાલચ આપી અલગ અલગ ૫ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આથી પરિણીતાએ વીરપુર પોલીસ સ્ટેશનમાં ગોપાલ વિરૂદ્ધ દુષ્કર્મ ફરિયાદ નોંધાવતા પોલીસે ગોપાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



