રાજ્યકક્ષાના વિજ્ઞાનમેળામાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.૧૧૦ના વિદ્યાર્થીઓએ અનોખી વિજ્ઞાન કૃતિ રજૂ કરી

0
78

સુરત,
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ચંદુલાલ દુર્લભદાસ માયા સાધુવાળા શાળા નં.- ૧૧૦ ની વિદ્યાર્થીની કુ.દિવ્યાંશી મુકેશભાઈ ઢીમ્મરે તા.૭ થી ૯ ફેબ્રુઆરી દરમિયાન સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના વિજ્ઞાનમેળામાં પસંદગી પામી હતી. શાળાના વિજ્ઞાન શિક્ષક ભૂમિકાબેન તેલવાળાના માર્ગદર્શન હેઠળ દિવ્યાંશી ઢીમ્મરે ત્રિદિવસીય વિજ્ઞાનમેળામાં પોતાની મૌલિક કૃતિ ‘સી વોટર ગ્રીન હાઉસ’ રજૂ કરી હતી. આ કૃતિ દ્વારા દરિયાઈ પાણીથી ખેતી કરવાનો નવો વિચાર તેમણે રજૂ કરી ખેતીમાં પાણીની અછતને પહોચી વળવાનો અનોખો વિચાર પ્રસ્થાપિત કર્યો હતો. શાળાનું પ્રતિનિધિત્વ કરવા બદલ શાળા પરિવારે તેને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY