સુરત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી થશે

0
293

સુરતઃ
સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી કરવામાં આવશે. દ્વિ-ચક્રીય વાહનોના ૧ થી ૯૯૯૯ માટેની GJ05.SB સિરીઝ ની હરાજી કરાશે. આ ઓનલાઈન હરાજીની અરજી તા.૨૬/૩/૨૦૧૮ થી તા.૨૮/૩/૨૦૧૮ દરમિયાન કરી શકાશે. જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી ઈચ્છુક વાહન માલિકો ભાગ લઇ શકશે. ઈ-ઓક્શનનું બિડિંગ તા.૨૬ થી ૨૮/૩/૨૦૧૮ ના રોજ ઓપન થશે. તા.૩૧મી સુધીમાં ફોર્મ જમા કરવાના રહેશે. તા.૨મીએ ઓકસન ઓપન થશે.
અરજદારોએ સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો પસંદગીના નંબર ફાળવવામાં આવશે નહિ. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિનની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY