સ્ટેટ બેંક તથા તિજોરી શાખાની તમામ શાખાઓ તા.૩૧મી માર્ચે રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધી શરૂ રાખવા કલેકટરશ્રીનો આદેશ

0
19

સૂરતઃ
નાણાકીય વર્ષના અંતિમ દિવસે તમામ સરકારી બીલો/ચેકોનું ચુંકવણુ થઈ જાય તે જરૂરી છે અને તે માટે સરકારી કામકાજ કરતી બેંકો/તિજોરી કચેરીઓના તમામ બિલો/ચેકોનું ચુકવણું થઈ જાય ત્યાં સુધી ખુલ્લી રાખવી જરૂરી હોઈ, સુરત જિલ્લા કલેકટર મહેન્દ્ર પટેલે તા.૩૧/૩/૨૦૧૮ના રોજ જિલ્લા/પેટા તિજોરી કચેરીઓ તેમજ સુરત જિલ્લામાં આવેલી ભારતીય સ્ટેટ બેંકની તમામ શાખાઓ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ની કામગીરી સમયસર પૂર્ણ થાય અને સરકારી લેવડ-દેવડના કામકાજ અર્થે સરકારી બિલો તથા ચેકોનું સંપૂર્ણ ચુકવણું થઈ જાય ત્યાં સુધી એટલે કે, રાત્રીના ૧૨.૦૦ સુધી ખુલ્લી રાખવાનો આદેશ કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY