તિલકવાડા વીજ કંપનીની કચેરીએ ખેડૂતોનું હલ્લાબોલ : નિયમિત  સિંચાઈ માટે વીજળી ન અપાતા રોષ

0
20

તિલકવાડા તાલુકામાં નર્મદા કેનાલના પાણી મળતા નથી, જેથી કૂવાનું બોરના  પાણી થી ખેતી કરે છે પણ લાઈટો આપતા નથી

છેલ્લા એક મહિનાથી અનિયમિત લાઈટો આપતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ જતા ખેેડૂતો રોષે ભરાાયા 

રાજપીપળા: તિલકવાડા તાલુકામાં ના 20 થી વધુ ગામોમાં છેલ્લા એક મહિનાથી અનિયમિત લાઈટો આપતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ ગયો એટલે ખેડૂતો રોષે ભરાયા અને તિલકવાડા વીજ કંપનીની કચેરીએ જઈ ખેડૂતોએ હલ્લા બોલ કર્યું સાથે નિયમિત સિંચાઈ લાઈટો આપવા લેખિત આવેદન આપ્યું,

તિલકવાડા તાલુકામાં ખેડૂતો મુખ્યત્વે રોકડીયો પાક જેવો કે કેળા, કપાસ અને પપૈયા કરે છે અને હાલ નર્મદા કેનાલના પાણી મળતા નથી સરકારે ખેતી કરવાજ હતી પણ માત્ર ખેતી પર નિર્ભર ખેડૂતો કરે તો સુ કરે જેથી કૂવાનું, બોરનું પાણી વેચાતું લઈને પણ ખેતી કરે છે, હાલ પાક પણ તૈયાર થઇ ગયો છે ત્યારે DGVCL દ્વારા છાસવારે લાઈટો બંધ કરી દેવાય છે અને સિંચાઈ ની 8 કલાક લાઈટો આપતા નથી, ખેડૂત બિચારો લાઈટો આવશે ની રાહ જોઈ બેસી રહ્યો છે જેમા ને જેમાં પાક સુકાવા લાગ્યો અને મોટું નુકશાન થયું જેથી આજુબાજુ ના ગ્રામજનો ભેગા થઇ ને તિલકવાળાની વીજ કચેરીએ જઈ ને હલ્લાબોલ કર્યું અને લાઈટો કેમ અનિયમિત છે બાબતે હાજર આધિકારી સાથે તું..તું..મેં…મેં. પણ થયુ, પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી, જોકે બાદમાં લેખિત આવેદન આપી વીજળીની નિયમિત માંગ કરી ખેડૂતો એ ઉગ્ર આંદોલન ની ચીમકી આપી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,

ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY