લંડન,તા.૨૬
ભારતના મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ અહીં આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં કહ્યું હતું કે પોતે ભારતના નવા વડા પ્રધાન બનવાનું સપનું જાતા નથી. ‘હું તો આદર્શવાદના મુદ્દે લડાઈ લડી રહ્યો છું,’ એમ તેમણે વધુમાં કહ્યું.
અહીં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ કાર્યક્રમ દરમિયાન ભારતીય પત્રકારો સાથેની વાતચીત વખતે જ્યારે રાહુલને એમ પૂછવામાં આવ્યું કે ભારતના નવા વડા પ્રધાન બનવા માટે તમારો શું દ્રષ્ટિકોણ છે? ત્યારે રાહુલે જવાબમાં કહ્યું કે હું ભારતના વડા પ્રધાન બનવા માટેનું સપનું જાતો નથી. હું અત્યારે એ પદની રેસમાં સામેલ નથી. બધો નિર્ણય ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂરી થઈ ગયા બાદ લેવાશે. રાહુલે યુરોપના દેશોમાંના એમના પ્રવાસના ગઈ કાલે અંતિમ દિવસે ભારતીય પત્રકારોને સંબોધિત કર્યા હતા.
હું તો આદર્શવાદના મુદ્દે લડાઈ લડી રહ્યો છું અને ૨૦૧૪ની ચૂંટણી બાદ મારામાં આ ફરક આવ્યો છે. મને જણાયું હતું કે ભારત દેશ પર અને ભારતીય પરંપરા પર જાખમ ઊભું થયું છે. હું એ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, બેંક કૌભાંડી વિજય માલ્યાએ ભારત દેશ છોડી ભાગી જતા પહેલા તે ભાજપના નેતાઓને મળ્યો હતો. જા કે, વિજય માલ્યા કયા ભાજપના નેતાઓને મળ્યો હતો તે નામ જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો. રાહુલ ગાંધીએ લંડનમાં પત્રકારનો સાથે વાતચીત કરતા આ વાત કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતીય જેલોની હાલત ખરાબ છે પણ વિજય માલ્યાને કોઇ વિશેષ સુવિધાઓ આપવી જાઇએ નહીં. જ્યાં સુધી વિજય માલ્યાનો સવાલ છે, ભારતીય જેલો ઘણી સારી છે.
રાહુલ ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, બેંક કૌંભાડીઓ જેવા કે વિજય માલ્યા, નિરવ મોદી અને મેહલુ ચોક્સી પ્રત્યે ઘણી ઉદારતા રાખી છે. નિરવ મોદી, મેહુલ ચોક્સી અને વડાપ્રધાન વચ્ચે સંબધ છે એટલા માટે હજુ સુંધી કોઇ પગલા લેવામાં આવ્યા નથી.
રાહુલે જણાવ્યું કે લોકો આ નેતાઓનું સમર્થન એટલાં માટે કરે છે કેમકે તેમની પાસે નોકરી નથી. તેઓ આ કારણે ગુસ્સામાં છે. સમાધાનને બદલે આ નેતા તે ગુસ્સાને દાખવી દેશને નુકસાન પહોંચાડે છે. રાહુલે કહ્યું કે ભારતમાં બેરોજગારીનું સંકટ મોટું છે અને ભારતના વડાપ્રધાન તેનો સ્વીકાર કરવા નથી માંગતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





