ન્યુ દિલ્હી,તા.૨૬
વડાપ્રધાને આજે રેડિયો પર ૪૭મી વખત મન કી બાત કરી હતી.જેમાં પીએમ મોદીએ દેશવાસીઓને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે કહ્યું હતુ કે કેરાલા મુસીબતનો સામનો કરી રહ્યું છે અને આખો દેશ તેની સાથે ઉભો છે.રાહત કાર્યો કરી રહેલી દેશની સેનાના જવાનો સાચા હીરો છે.તેમણે લોકોને બચાવવા માટે કોઈ કસર છોડી નથી.
પીએમ મોદીએ અટલજીને યાદ કરતા કહ્યું હતુ કે ૧૬ ઓગસ્ટે જ્યારે અટલજીના નિધનના સમાચાર આવ્યા ત્યારે આખો દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
મહિલા સુરક્ષા અંગે તેમણે કહ્યું હતુ કે રેપ કેસમાં કઠોર કાર્યવાહી માટે સંસદમાં કાયદો પસાર થયો છે.મધ્ય પ્રદેશના મંદસોરના કેસમાં બહુ ઓછા વખતમાં દોષિતોને ફાંસીની સજા થઈ છે.
ત્રણ તલાક પર તેમણે કહ્યું હતુ કે હું મુસ્લિમ મહિલાઓને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આખો દેશ તેમને ન્યાય અપાવવા માટે તેમની સાથે ઉભો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



