શિક્ષકોને ભણતર સિવાયના કામોમાંથી મુક્ત રાખવાની સરકારની મથામણ શરુ

0
6

ન્યુ દિલ્હી,તા.૧૩
સ્કૂલ શિક્ષણની ગુણવત્તાને સુધારવામાં લાગેલી સરકાર હવે શિક્ષકોને ભણતર ઉપરાંત અપાતાં તમામ કામોમાંથી ‘મુક્ત’ રાખવાની કવાયતમાં લાગી ગઈ છે. તેમાં ચૂંટણી ફરજ પણ એક મહત્વનો અને ગંભીર વિષય છે કેમ કે તેમાં મોટા પાયે સ્કૂલના શિક્ષકોની સેવા લેવામાં આવે છે. સરકારે તેને લઈને હાલમાં જ ચૂંટણી પંચને એક ડ્રાફટ સોંપ્યો છે જેમાં ચૂંટણી ડયુટીમાં શિક્ષકોની જગ્યાએ આંગણવાડી અથવા આશા જેવી સરકારી યોજનાઓ સાથે જાડાયેલા કાર્યકર્તાઓની મદદ લેવાનું સુચન છે.
માનવ સંશાધન વિકાસ મંત્રાલય તરફથી પંચને આ ડ્રાફટ મોકલવામાં આવ્યો છે. હાલની વ્યવસ્થા હેઠળ ચૂંટણી દરમિયાન સ્કૂલના મોટાભાગના શિક્ષકો ચૂંટણી ફરજમાં જાડાઈ જાય છે. મહિના પહેલાં તેની ટ્રેનિંગ વગેરે શરૂ થઈ જાય છે. તેના પગલે સ્કૂલનું ભણતર-લેખન બિલકુલ ઠપ્પ થઈ જાય છે.
તેમાં મોટાભાગના ચૂંટણી એવા સમય પર થાય છે જ્યારે સ્કૂલની પરીક્ષાઓ યોજાતી હોય છે અથવા થવાની હોય છે. આવામાં બાળકોને શિક્ષકોની મદદ સૌથી વધુ જરૂરિયાત આ સમયે પડતી હોય છે.
મંત્રાલય સાથે જાડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા અનુસાર પંચ પણ મંત્રાલયની આ પહેલથી સહમત છે પરંતુ મેનપાવરની તેની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તે ચૂંટણીથી શિક્ષકોને એક સાથે મુક્ત કરી શકે તેમ નથી. આમ છતાં શિક્ષકોને ચૂંટણી ફરજમાંથી અલગ કરવાની દિશામાં કામ શરૂ કરી દેવાયું છે. આગલા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીનો સમય માર્ચ-એપ્રિલ વચ્ચે હશે જે સ્કૂલમાં પરીક્ષા અને પ્રવેશનો સમય હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY