ન્યુ દિલ્હી,તા.૯
સંસદના ઉપલાગૃહ રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણીને લઈને છેલ્લા કેટલાય દિવસોથી અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી. જાકે, ભાજપના નેતૃત્વયુક્ત એનડીએ નું પલ્લું ભારે હતું અને એ પ્રમાણે જ પરિણામ આવ્યું છે. રાજ્યસભા ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં બંને ‘હરિ’માં દ્ગડ્ઢછના હરિવંશ ૧૨૫ વોટ મેળવી જીત્યા છે, જ્યારે વિપક્ષો વતી કોંગ્રેસના ઉમેદવાર બીકે હરિપ્રસાદને ૧૦૫ મત મળતાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજ્યસભામાં ૨૪૫ પૈકી ૨૩૨ સભ્યોએ વોટિંગ કર્યું હતું.
હરિવંશના પક્ષમાં જેડીયૂના આરસીપી સિંહ, ભાજપના અમિત શાહ, શિવસેનાના સંજય રાઉત અને અકાલીદળના સુખદેવસિંહ ઢીંઢસાએ પ્રસ્તાવ રાખ્યો. જ્યારે હરિપ્રસાદ માટે બીએસપીના સતીશચંદ્ર, આરજેડીના મીસા ભારતી, કોંગ્રેસના ભુવનેશ્વર કાલિતા, એસપીના રામગોપાલ યાદવ અને એનસીપીના વંદના ચવ્હાણે પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવ પર મતવિભાજન બાદ રાજ્યસભા ચેરમેન વેંકૈયા નાયડૂએ હરિવંશને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયેલા જાહરે કર્યા. બાદમાં હરિપ્રસાદે હરિવંશને એમના સ્થાને જઈને અભિનંદન પાઠવ્યા.
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર હરિવંશને ભાજપના ગઠબંધન પક્ષોના ૯૧ સભ્યો સિવાય ત્રણ નોમિનેટ સભ્યો અને અપક્ષ સાંસદ અમરસિંહનો વોટ મળ્યો. આ સિવાય એમને એનડીએ સિવાય પક્ષોમાં એઆઈડીએમકેના ૧૩, ટીઆરએસના ૬ અને આઈએનએલડીના ૧ સભ્યનું સમર્થન મળ્યું. ઓરિસ્સાની બીજેડીના ૯ સભ્યોએ એનડીએના હરિવંશને વોટ આપ્યા. કુલ વોટ થયા ૧૨૩ પરંતુ એવી ચર્ચા છે કે બે અન્ય અપક્ષ સાંસદોએ પણ એનડીએના પક્ષમાં વોટ આપ્યા, એટલે કુલ આંક ૧૨૫ થાય છે. આંધ્રપ્રદેશના વાયએસઆર કોંગ્રેસના બે સાંસદો વોટિંગથી દૂર રહ્યાં હતાં.
વિપક્ષ વતી કોંગ્રેસના ઉમેદવાર બીકે હરિપ્રસાદને યૂપીએના સાંસદોના
આભાર – નિહારીકા રવિયા ૬૦(કુલ ૬૧ આંક હતો પરંતુ કોંગ્રેસના નેતા સુબ્બારેડ્ડી ગેરહાજર રહ્યાં) વોટ ઉપરાંત ટીએમસીના ૧૩ અને સમાજવાદી પાર્ટીના ૧૩, ટીડીપીના ૬, સીપીએમના પાંચ, બીએસપીના ૪ અને ડીએમકેના ૩(કરુણાનિધિના મોતને કારણે કનિમોઝી ગેરહાજર રહ્યા) સાંસદોના વોટ, સીપીઆઈના બે અને જેડીએસના એક સાંસદનું સમર્થન મળ્યું. આ પ્રકારે હરિપ્રસાદને મળેલા વોટની સંખ્યા ૧૦૫ થાય છે.
આમ, ઓરિસ્સાના બીજેડીના નિર્ણાયક ૯ વોટ હરિવંશને મળ્યા. જ્યારે કાશ્મીરની પીડીપી વોટિંગથી દૂર રહી, એના કારણે સૌને આશ્ચર્ય થયું. એક રીતે ભાજપના વ્યૂહરચનાકારો સામે વિપક્ષ-કોંગ્રેસની રણનીતિ નિષ્ફળ પુરવાર થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૪૧ વર્ષ પછી પહેલીવાર રાજ્યસભા ઉપાધ્યક્ષનું પદ કોંગ્રેસના સાંસદને ગુમાવ્યું પડ્યું છે. બીજી તરફ હજુ સુધી રાજ્યસભા ઉપાધ્યક્ષનું પદ ભાજપના સાંસદને મળ્યું નથી.
રાજ્યસભામાં સદનના નેતા અરૂણ જેટલીએ પણ નવા ઉપસભાપતિ હરિવંશ સિંહે શુભકામના આપી. તેમણે કÌš કે હરિવંશનો સાંસદ તરીકેનો કાર્યકાળ ઘણો સારો રહ્યો છે. અમને આશા છે કે તેમના અનુભવનો ફાયદો સદનને મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



