ન્યુ દિલ્હી,તા.૯
રાજ્યસભામાં વરિષ્ઠ પત્રકાર હરિવંશને ઉપસભાપતિના રૂપમાં ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું છે કે, કલમના ધણી હરિવંશરાયજીની પ્રતિભાના કારણે તમામ માનનીય સાંસદોને કંઈક શિખવાનો અવસર મળશે. તેમને સાંસદોને પણ નવા સભાપતિને ચૂંટી કાઢવા બદલ અભિનંદન આપ્યાં અને વિરોધ પક્ષના ઉમેદવાર હરિપ્રસાદનો પણ સંસદીય ગરિમાનું પાલન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો .
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આને ભારત છોડો આંદોલનની વર્ષગાંઠનો મહાન દિવસ પણ છે. હરિવંશજી કલમની પ્રતિભાના ધણી છે અને તેઓ બલિયાના છે. સૌકોઈ જાણે છે કે બલિયાની ભૂમિનું યોગદાન આઝાદીના આંદોલનમાં પણ રહ્યું છે. વડાપ્રધાને નવા ઉપસભાપતિના પત્રકાર હોવાના કામની પણ સરાહના કરતા કહ્યું હતું કે, હૈદરાબાદ, કોલકાતા જેવા મોટા શહેરોની ચકાચોંધને છોડીને તે સમયે સંયુક્ત બિહાર અને અત્યારના ઝારખંડમાં પરત ફરવાનો નિર્ણય લીધો.
તેમણે કહ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે એસપી સિંહનીએ સાથે તેમણે કામ કર્યું, ધર્મયુગમાં ભારતીજી સાથે ટ્રેની તરીકે કામ કર્યું. દિલ્હીમાં ચંદ્રશેખરજીની માનીતા હતાં. ચંન્દ્રશેખરજીની સાથે તે પદ પર હતાં જ્યાં તેમને તમામ જાણકારી હતી, તેમને ચંદ્રશેખરના રાજીનામાની જાણ હતી પરંતુ પોતાના સમાચારપત્રને પણ આ વાતની જાણ થવા દીધી ન હતી. પોતાના સમાચારપત્રમાં આ સમાચાર પણ ના છાપ્યા.
પીએમ નરેન્દ્ર મોદી કહ્યું હ્તું કે, સમાચાર પત્ર ચલાવવું, પત્રકારોને ચલાવ્વા સરળ હોય છે, પરંતુ સદનના પોતાના અલગ પડકારો હોય છે. અહીં ખેલાડીઓ કરતા એમ્પાયર વધારે હેરાન થાય છે. નિયમોમાં રહીને રમવા સાંસદોને મજબુર કરવા પડકાજનક કામ છે. પીએમએ ઉપસભાપતિની પત્નીને પણ યાદ કર્યા અને કહ્યું હતું કે, હરિવંશજીની પત્ની આશાજી ચંપારણથી છે. તેમને પોલિટિકલ સાયંસમાં એમએ કર્યું છે. તેમના એકેડમિક નોલેજનો તમને પણ લાભ મળશે.
ભાષણની પોતાની શૈલી માટે મોદી ખુબ જ જાણીતા છે. જેની ઝલક આજે ફરી રાજ્યસભામાં જાવા મળી હતી. તેમણે કહ્યું હતું કે, હવે સદનનો મંત્ર બની જશે હરિકૃપા. હવે સૌકોઈ હરીના ભરોષે છે. તમામ સાંસદો પર કરિકૃપા બની રહેશે. આ ચૂંટણીમાં ૨ હરિ હતા. એક હતા વીકે હરિપ્રસાદ અને બીજા હરિમાં કોઈ વીકે ન હતો. હું વીકે હરિપ્રસાદજીને લોકતંત્રની ગરિમાનું સમ્માન કરવા બદલ અભિનંદન પાઠવું છું. તેમણે પોતાના સમાચારપત્રમાં એમપી કેવા હોવા જાઈએ તેની મુહિમ ચલાવી હતી. તમામ સાંસદોને ટ્રેનિંગ મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




