સિદ્ધપુર,તા.૨૧
મહિલાઓને આમતો સન્માન અને વિશ્વાસની નજરે જાવામાં આવતી હોય છે પરંતુ આજકાલ મહિલાઓના એવા કારનામાં સામે આવી રહ્યા છે કે, સભ્ય સમાજની મહિલાઓના માથા શરમથી ઝૂકી જાય. અમે આપને એવી મહિલાઓ વિશે જણાવીશું કે, જે મહિલાઓ વેપારીઓને ચૂનો લગાવતી હતી.
છેલ્લા કેટલાય સમયથી પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં સોના-ચાંદીની દુકાનોમાં નકલી ગ્રાહક બનીને ચોરી કરતી મહિલા ગેંગની રાડ ઉઠવા પામી હતી લોકોની સાથે પોલીસ પણ આ શાતિર મહિલાઓની ચોર ગેંગને ઝડપવા માટે એડીચોટીનું જાર લગાવ્યું હતું પરંતુ સફળતા હાથ લાગી ન હતી.
પરંતુ ગત રોજ આ મહિલા ચોર ગેંગ પોતાની સફેદ ઈન્ડીગો કારમાં સીતપુર શહેરના જૈન દેરાસર પાસે જાવા મળતા એક વેપારી આ મહિલા ચોર ગેંગને ઓળખી જતા તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસને જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને સિદ્ધપુર શહેરના બિંદુ સરોવર પાસેના પીકઅપ સ્ટેન્ડ પાસેથી ઈન્ડિગો કારને આંતરી આ મહિલા ચોર ગેંગ ને આબાદ ઝડપી પાડી હતી.
ઝડપાયેલામાં ચાર મહિલા અને બે પુરૂષનો સમાવેશ થવા જાય છે જેમાં આજે ઝડપાયેલી ગેંગ છે તે મહારાષ્ટ્રીયન ગેંગ તરીકે ઓળખાય છે જેઓએ અગાઉ થોડા સમય પહેલા સિદ્ધપુરની એક જવેલર્સમાંથી નકલી ગ્રાહક બનીને પોતાના પર્સમાં દાગીના સેરવી લીધા હતા. જા કે આ તમામ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી આજે જે ગેંગ ઝડપાઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




