મારુતિ હવે ઝાયડસ સાથે બેચરાજીમાં હોસ્પિટલ સ્થાપશે

0
19

ન્યુ દિલ્હી,તા.૨૮
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ફાર્મા કંપની ઝાયડસ સાથે હાથ મિલાવ્યા છે. મારુતિ સુઝુકી ઈન્ડિયા ગુજરાતના મહેસાણા નજીક બેચરાજી ખાતે ઝાયડસ હોસ્પિટલ સાથે મળીને એક હોસ્પિટલ શરૂ કરશે.મારુતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મારુતિ સુઝુકી ઈન્ડિયા નું કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી યુનિટ આ સૂચિત હોસ્પિટલને નાણાકીય સહાય કરશે.
તેનું સંચાલન અને વ્યવસ્થાપન ઝાયડસ હોસ્પિટલના માધ્યમ દ્વારા રમણભાઇ ફાઉન્ડેશન કરશે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર કેનિચી આયુકાવાએ જણાવ્યું છે કે જળ અને સ્વચ્છતા, પાયાની માળખાગત સુવિધાનો વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે અમે યોગદાન આપ્યા બાદ અને એવું જણાવાયું છે કે સ્વાસ્થ્ય સેવા એ એવું ક્ષેત્ર છે, જ્યાં અમારે યોગદાન આપવું જાઇએ.
આ હોસ્પિટલમાં તમામ ટેસ્ટના ઉપકરણો, સ્મોલ ઓપરેશન થિયેટર, ઇસીજી, પેથોલોજી લેબ, અલ્ટ્રાસાઉન્ડ, દવાની દુકાનો વગેરે તમામ સુવિધા ઉપલબ્ધ કરાશે. મારુતિ તેની પાછળ રૂ. ૩.૩ કરોડનું મૂડીરોકાણ કરશે તેમજ સંચાલન અને મેન્ટેશન ખર્ચ પણ વહન કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY