સાદગીનું ઉત્તમ ઉદાહરણઃ IAS અધિકારી રૂ.૧૮,૦૦૦માં કરશે દીકરાના લગ્ન

0
16

લગ્નમાં કુલ ૩૬ હજારનો ખર્ચ થશે,વર-વધૂનો પરિવાર અડધો-અડધો ભોગવશે
વિશાખાપટ્ટનમ્‌,તા.૮
અનેક વખત એવું જાવા મળે છે કે લોકો લગ્નમાં પાણીની જેમ પૈસા વાપરતા હોય છે. લગ્નમાં કંઈ ઓછું ન રહે તે માટે લખલૂટ ખર્ચ કરવામાં આવતો હોય છે. વ્યક્તિનું કદ જેટલું વધારે તે પ્રમાણે લગ્નમાં એટલો જ ખર્ચ કરવામાં આવતો હોય છે. જાકે, અમુક લગ્નો એવા પણ હોય છે જ્યાં વ્યક્તિ ખૂબ પૈસાદાર કે ઊંચા પદ પર હોવા છતાં કોઈ ભપકા વગર વિધિ પૂર્ણ કરવામાં આવતી હોય છે.
હાલ એક એવા જ લગ્ન ચર્ચામાં આવ્યા છે. જે પ્રમાણે એક IAS અધિકારી પોતાના દીકરાના લગ્નમાં ફક્ત રૂ. ૧૮ હજારનો ખર્ચ કરવાના છે. આંધ્ર પ્રદેશના એક IAS અધિકારી બસંત કુમાર પોતાના પુત્રના લગ્ન માટે પોતાના તરફથી ફક્ત રૂ. ૧૮ હજાર જ ખર્ચ કરશે. જ્યારે આ આખા લગ્નમાં કુલ રૂ. ૩૬ હજારનો જ ખર્ચ થશે. એટલે કે વર અને વધૂનો પરિવાર રૂ. ૧૬-૧૬ હજારનો ખર્ચ ભોગવશે.
વિશાખાપટ્ટનમ મેટ્રોપોલિટન રીઝન ડેવલપમેન્ટ ઓથોરિટી (વીએમઆરડીએ)ના કમિશ્નર પટનાલા બસંત કુમારના પુત્રના લગ્ન ૧૦મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. આ ખર્ચમાં મહેમાનો માટે બપોરનું ભોજન પણ સામેલ છે.
આ લગ્નમાં આંધ્ર પ્રદેશ અને તેલગાંણાના રાજ્યપાલ ઈએસએલ નરસિંહા પર હાજર રહી શકે છે. આ પહેલા બસંત કુમારે વર્ષ ૨૦૧૭માં પોતાની પુત્રના સાદગીથી લગ્ન કરતા રૂ. ૧૬૧૦૦નો ખર્ચ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY