એક્સપ્લોઝિવ એક્ટ ના ગુનામાં બે શખ્સોને ૭ વર્ષ ની કેદ નો હૂકમ કરતી રાજપીપલા સેસન્સ કોર્ટ

0
126

મોટા વિસ્ફોટક સાથે ઝડપાયેલા પાંચ માંથી બે ને સજા ત્રણ નો નિર્દોષ છુટકારો.

રાજપીપલા :

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલા ટેકરા ફળિયામાં રહેતા શૈલેષ જેઠા વસાવા, અને હસમુખ રજુ વસાવા અને નાની રાવલના રહીશ મહેશ ભયજી તડવી, વિક્રમ કરશન તડવી, ઉક્ક્ડ ભયજી તડવી આ પાંચેય ગત ૭ જૂન ૨૦૧૫ ના રોજ પોઇચા તરફ થી રાજપીપલા પર બાઈક પર ડિટોનેટર, જીલેટીન અને દેશી બનાવેલો બૉમ્બ લઈને આવતા હતા જેલાસપુર નાળા પાસે પોલીસ ચેકીંગ કરતી હતી જે જોઈ બાઈકને જલ્દી થી બીજા રસ્તા પર ભાગવા જતા પોલીસ ને શંકા ગઈ અને પોલીસે પીછો કર્યો ત્યારે આ પાંચેય પૈકી બે  ઇસમો  વિસ્ફોટક સમાન સાથે ઝડપાઇ ગયા હતા અને ત્રણ ભાગી ગયા હતા.  બીજી બાજુ ૧૮ જૂન ૨૦૧૮ ના રોજ મહેશ ભયજી તડવી નાની રાવલ ખાતે મોટા વિસ્ફોટક પદાર્થ સાથે ઝડપાયો હતો. પોલીસે તમામ સામે એક્સપ્લોઝિવ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી રાજપીપલા ની સેસન્સ કોર્ટમાં રજુ કરતા કેશ ચાલતો હતો. સરકાર તરફેણ માં સરકારી વકીલ કૈલાસબેન સી. માછી એ ડિસ્ટિક એન્ડ સેસન્સ કોર્ટ માં કેશ ચલાવી ધારદાર રજૂઆત કરતા નામદાર  રાજપીપલા સેસન્સ કોર્ટ જજ જે.પી.ગઢવીએ  ટેકરફળિયામાં રહેતા શૈલેષ જેઠા વસાવા અને નાનીરાવલ નો મહેશ ભયજી તડવીને ૭ વર્ષની કેદ અને ૧૫૦૦ રૂપિયા દંડ ફટકાર્યો હતો જયારે અન્ય ત્રણ ને નિર્દોષ છોડી મુક્યા હતા.

રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY