બેન્કથી બહાર ખેંચી ઢીકાપાટુનો માર માર્યો મેનેજરે લોન પાસ કરવા માટે કરી શારીરિક સંબંધની માંગ, મહિલાએ જાહેરમાં માર્યો

0
207

દાવનગેરે,તા.૧૬
કર્ણાટકના દાવનગેરે જિલ્લામાં એક મહિલાએ બેન્ક મેનેજરને લાકડીથી ઢોર માર માર્યા હોવાની ઘટના સામે આવી છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, તે બેન્ક લોન અપ્રૂવ કરાવા માટે બેન્કમાં ગઇ હતી, ત્યાંના બેન્ક મેનેજરે લોન અપ્રૂવ કરવા માટે તેની સાથે શારીરિક સંબંધ બનાવવાની વાત કરી હતી અને તેને ખોટા ઇરાદાથી સ્પર્શ કર્યો હતો. ત્યાર બાદ મહિલાએ લાકડી અને ચપ્પલથી તેની ધોલાઇ કરી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી બેન્ક મેનેજરની ધરપકડ કરી છે.
મહિલાએ જણાવ્યું કે, તેણે ડીએસએફએલ બેન્કમાં ૨ લાખ રૂપિયાની લોન લેવાની અરજી કરી હતી. ત્યાંના બેન્ક મેનેજરે ખોટા ઇરાદાથી સ્પર્શ કર્યો હતો અને મેનેજરે જણાવ્યું હતું કે, જા તે લોન અપ્રૂવ કરાવવા માંગે છે તો તેને તેની સાથે શારીરિક સંબંધ બનાવવા પડશે. જેને કારણે મહિલાએ ગુસ્સામાં આવીને બેન્ક મેનેજરનો કોલર પકડી બેન્કથી બહાર લાવીને માર માર્યો હતો.
બેન્કની બહાર મહિલાએ એક લાકડી ઉઠાવી અને મેનેજરને લાકડીથી ઢોર માર માર્યો હતો. આ સાથે મહિલાએ બેન્ક મેનેજર પર લાતો, મુક્કા પણ વરસાવ્યા હતા એટલું જ નહી મહિલાએ તેની ચપ્પલ કાઢી તેનાથી પણ મેનેજરની ધોલાઇ કરી હતી. બેન્કની બહાર મેનેજરને માર માર્યાની જાણકારી પ્રાપ્ત થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને બેન્ક મેનેજરની ધરપકડ કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY