ન્યુ દિલ્હી,તા.૬
જમ્મુ-કાશ્મીરથી દિલ્હી જતી બસમાંથી એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુના ગાંધીનગર હાઈ-વે પર બસમાં તપાસ દરમિયાન આતંકી ઈરફાન હુસૈન વાનીની ધરપકડ કરવામાં આવી છે. આતંકી પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં હેન્ડ ગ્રેનેડ પણ છે.
મહત્વનું છે કે સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં સ્વાતંત્ર્ય પર્વ પર હુમલાનું એલર્ટ આપ્યું હતું. ત્યારે ઝડપાયેલા આતંકી ઈરફાનના અન્ય સાથી દિલ્હીમાં હોવાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં કોન્વેન્ટ સ્કૂલની સામે ગ્રીન બેલ્ટ ક્ષેત્રથી હાઇવે પર અચાનક પોલીસ ટીમ પહોંચી અને બસને રોકી હતી. બસમાં સવાર મુસાફરોના સામાની તપાસ કરવામાં આવી. આ દરમિયાન એક બેગ મળ્યું, જેને ઇરફાને પોતાની પાસે રાખ્યું હતું. ઇરફાન જમ્મૂ કેમ પહોંચ્યો અને તેણે ગ્રેનેડ ક્યાંથી મળ્યું, જેની પૂછપરછ મોડી રાત સુધી શરૂ રહી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, ઇરફાન ક્યાંય પણ કોઇ પણ જગ્યા પર ગ્રેનેડને ફેંકી શકત. તે બસ યાત્રીઓને પણ ટારગેટ કરી શક્તો હતો. ગુપ્ત એજન્સીની ટીમ અને એસઓજી આ મામલાની તપાસ કરી રહી છે કે તેનો ટારગેટ શું હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર ઇરફાનનો ટારગેટ જમ્મૂ અથવા નવી દિલ્હી હોઇ શકે છે. પ્રજાસત્તાક દિવસને હજુ દસ દિવસ બાકી છે. તેવામાં તેનો ટારગેટ કંઇક પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમ તો ન હતો? આ ગ્રેનેડ ફેંકવા અને ષડયંત્રમાં તેના અન્ય સાથીઓ પણ હશે, જેની તપાસ કરવામાં આવી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



