સલમાન ખાન મારા ગોડફાધર છે : ડેઝી શાહ

0
5

મુંબઈ,તા.૩૧
સલમાન ખાને ઘણા બધા ન્યૂકમર્સને બોલિવૂડમાં એન્ટ્રી અપાવી છે. તેથી તે બી ટાઉનનો ગોડફાધર પણ કહેવાય છે. તેણે ઇન્ડસ્ટ્રીમાં આવવા ઘણા બધા ન્યૂકમરને મદદ કરી છે, તેમાંથી એક નામ ડેઝી શાહ પણ છે. ડેઝીએ સલમાન સ્ટારર ફિલ્મ ‘જય હો’થી પોતાની બોલિવૂડ સફર શરૂ કરી હતી.
ત્યાર બાદ ‘રામ રતન’, ‘હેટ સ્ટોરી-૩’ જેવી ફિલ્મોમાં લીડ રોલમાં જાવા મળી. ખાસ કરીને ‘હેટ સ્ટોરી-૩’માં બોલ્ડ સીન આપીને તે ખૂબ જ ચર્ચામાં રહી. તે સલમાન સાથે ‘રેસ-૩’માં પણ જાવા મળી. ફિલ્મ ‘રેસ-૩’માં બોલાયેલો તેનો એક ડાયલોગ તેને રાતોરાત ચર્ચામાં લઇ આવ્યો.
સલમાન ખાનને ડેઝીનો ગોડફાધર ગણાવાય છે. આ અંગે ડેઝી કહે છે કે તેમાં કોઇ બેમત નથી કે સલમાન ખાને જ મારી કરિયર બનાવી છે. હું જ્યારે ‘દબંગ’માં કોરિયોગ્રાફ કરી રહી હતી ત્યારે ‘બોડીગાર્ડ’ પ્લાન થઇ રહી હતી. સલમાને તે સમયે મને ‘બોડીગાર્ડ’ માટે પૂછ્યું હતું. મને એ વાત સમજમાં આવતી નથી કે જા મને સલમાન સર આટલું પ્રોત્સાહન આપે છે તો તેમાં પ્રોબ્લેમ શું છે? તેઓ કેટલાય ન્યૂકમર્સને આગળ આવવાનું પ્રોત્સાહન આપે છે. સારી વાત એ છે કે તેઓ કોઇને બાંધીને રાખતા નથી.’

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY