વલસાડની હોટલમાં પીરસેલા શીરામાં કીડી નીકળતા ફરિયાદ

0
102

વલસાડની હોટેલમાં સ્પેશ્યલ થાળી જમવા ગયેલા વેપારીને પીરસેલા શીરામાંથી કીડી નિકળી હતી. જેના પગલે વેપારીએ હોટેલ સામે ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ કરી હતી. વલસાડના સ્ટેશન રોડ પર દુકાન ચલાવતા અને હાલર રોડ અભિલાષા એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી ધવલ શાહ મંગળવારે બપોરે ૨ કલાકે વલસાડ સ્ટેશન રોડ સ્થિત ઉડીપી હોટેલમાં જમવા માટે ગયા હતા. જ્યાં તેમણે સ્પેશ્યલ થાળીનો ઓર્ડર આપ્યો હતો. આ થાળી જમતા સમયે તેમની થાળીમાં પીરસેલી સ્વીટ ડીશ શીરામાં કિડી દેખાઇ હતી. જેથી વેપારીએ તેનો ફોટો પાડી લીધો હતો. અને આ સંદર્ભે વલસાડ ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ કરી હતી. મીઠી વસ્તુમાં ખાંડના કારણે કિડી આવતી હોવાની દલીલ હોટેલ સંચાલકે કરી હતી. જોકે, આ દલીલ સામે ધવલે લેખિત ફરિયાદ કરતાં સમગ્ર સ્ટેશન રોડ વિસ્તારની હોટેલ સંચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY