વિહંગમ યોગ સંત સમાજ દ્વારા વાંસદા ખાતે તા. ૧૮મીથી બે દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન
સુરત, તા.૧૬
અખિલ ભારતીય વિહંગમ યોગ સંત સમાજ દ્વારા આગામી તા.૧૮-૧૯ એિલ ૨૦૧૯ના રોજ નવસારી જિલ્લાના વાંસદા ખાતેના વાંસિયા તળાવ સ્થિત દંડકવન આશ્રમમાં સતુર્થ વાર્ષિક ઉત્સવ નિમિત્તે ૨૧૦૦ કુંડીય વિશ્વશાંતિ મહાયજ્ઞ તથા વિહંગમ યોગ સત્સંગ સમારંભના બે દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા રામવૃક્ષદાસજીએ જણાવ્યું હતું કે, તા.૧૮’ એિલ ૨૦૧૯ના રોજ ગુરુવારે સવારે ‘અ’ અંકિત ધ્વજારોહણ, શોભાયાત્રા, ભજન તથા પૂ.સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સ્વર્વેદ દિવ્યવાણીનો કાર્યક્રમ યોજાશે અને તા.૧૯ એિલ ૨૦૧૯ના શુક્રવારના રોજ સવારે સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની કામના અર્થે આધ્યાત્મ માર્તન્ડ વીસ કલા વિભૂષિત સદ્દગુરુ આદિત્ય વિહંગમ યોગી અનંત શ્રી સ્વતંત્રદેવજી મહારાજના સાનિધ્યમાં વૈદિક મંત્રોચ્ચારણ દ્વારા ૨૧૦૦ કુંડીય મહાયજ્ઞનું પવિત્ર કાર્ય સંપન્ન થશે અને સાંજે ૪:૦૦ કલાકે સંતપ્રવર વિજ્ઞાન દેવજી મહારાજની દિવ્ય વાણી તથા સદ્દગુરુ આચાર્યશ્રી સ્વતંત્ર દેવજ મહારાજની અમૃત વાણી કાર્યક્રમ સાથે યજ્ઞ પછી ભંડારો તથા રાત્રી સત્સંગ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.
દંડકવન આશ્રમ વાંસદા ખાતે આયોજિત બે દિવસીય ધર્મકાર્યમાં સહભાગી થવા સર્વે જનોને સહ પરિવાર પધારવા વિહંગમ યોગ સંત સમાજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



